Not Set/ સંયુક્ત રાષ્ટ્રના મહા સચિવે કાબુલમાં થયેલા હુમલાની નિંદા કરી

આપણા સંકલ્પો મજબૂત છે અને અમે અફઘાન લોકોની મદદ ચાલુ રાખીએ છીએ અને ઘટના પ્રત્યે દુ:ખ વ્યકત કર્યું

Top Stories

અફઘાનિસ્તાનમાં આજનો દિવસ ખૂબ પીડાદાયક છે. આજે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલો થયો છે 60 લોકોના માર્યા ગયા છે   ખબર છે અનેક લોકો  ઘાયલ થયા છે. અત્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ ગુટેરસ ને કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલાની નિંદા કરી છે અને અને પીડિતો માટે દુ:ખ વ્યક્ત કર્યું છે.

તેમણે કહ્યું કે આ દુ;ખદ ઘટના ગણાવી હતી અને કહ્યું કે  આપણા સંકલ્પો મજબૂત છે અને અમે અફઘાન લોકોની મદદ ચાલુ રાખીએ છીએ.રિપોર્ટ અનુસાર, ગુટેરેસના પ્રવક્તા દુજારીકે તેમના તરફથી કહ્યું કે મહાસચિવ વર્તમાન પરિસ્થિતિને ખૂબ જ ચિંતા સાથે જોઈ રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ આ આતંકવાદી હુમલાની નિંદા કરે છે, જેમાં ઘણા નાગરિકો માર્યા ગયા અને ઘાયલ થયા, અને માર્યા ગયેલા લોકોના પરિવારજનો પ્રત્યે તેમની સંવેદના વ્યક્ત કરે છે અને ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના છે.

અમેરિકી અધિકારીઓએ કહ્યું કે કાબુલ એરપોર્ટના એબી ગેટની બહાર એક આત્મઘાતી બોમ્બરે આ ઘટનાને અંજામ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોર ફાયરિંગ કરતી વખતે આવ્યો અને તેણે બોમ્બથી પોતાને ઉડાવી દીધો. બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના સૈનિકો એરપોર્ટના આ ગેટ પર તૈનાત છે.