Ahmedabad News: મદીનાથી હૈદરાબાદ જતી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનું આજે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. બોમ્બ ધમકી મળ્યા બાદ એરપોર્ટ સત્તાવાળાઓ અને સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
[fvplayer id=”288″]
પ્રારંભિક માહિતી અનુસાર, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટ હવામાં હતી ત્યારે તેને બોમ્બ ધમકી મળી હતી. આ ગંભીર ધમકી બાદ, પાયલોટે તાત્કાલિક નજીકના એરપોર્ટનો સંપર્ક કર્યો હતો અને ફ્લાઇટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવયુ હતું .

અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
અચાનક લેન્ડિંગ અને બોમ્બ ધમકીથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, વિમાન લેન્ડ થતાં જ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતાં, સ્થાનિક પોલીસ, CISF, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમો તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. હાલમાં, મુસાફરો અને તેમના સામાનની વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી છે કે આ ધમકી માત્ર અફવા હતી કે ગંભીર કાવતરું હતું.

ઝોન 4ના DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. હાલમાં, બધા મુસાફરોને વિમાનમાંથી ઉતારીને એરપોર્ટ પર લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે. ઇમરજન્સી લેન્ડિંગ થયેલ ફ્લાઇટની હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:કુવૈતથી હૈદરાબાદ આવનારી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ
આ પણ વાંચો:વડોદરા એરપોર્ટ પર બોમ્બ મુકાયાનો ઈ-મેલ, ધમકીથી મચ્યો હાહાકાર, તપાસ પછી રાહત

