Patan News: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે મૃત્યુઆંક 58 પર પહોંચ્યો છે. જ્યારે ચાંદીપુરા વાઇરસના કુલ કેસોની સંખ્યા 140 થઈ છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં ચાંદીપુરા વાઇરસનો કેસ સામે આવ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામમાં રહેતા સાત વર્ષના બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યો. બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું હતું. જે વિસ્તાર અને ઘરમાં રહે છે ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
બાળક સારવાર હેઠળ
બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝીટીવ હોવાનું સામે આવ્યું. બાળકની હાલ સારવાર ચાલી રહી છે. બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝીટીવ હોવાનું સામે આવ્યું. બાળકની હાલ સારવાર ચાલી રહી છે.
ગુજરાતના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે AESને કારણે થયેલા કુલ મૃત્યુમાંથી ઓછામાં ઓછા એક ચતુર્થાંશ મૃત્યુ ચાંદીપુરા વાયરસને આભારી હોઈ શકે છે. ચાંદીપુરા વાયરસના મુખ્ય વાહક તરીકે રેતમાખીઓ જાણીતી છે. પ્રારંભિક લક્ષણોમાં ઘણીવાર અચાનક તાવ આવવા, ગંભીર માથાનો દુખાવો અને સ્નાયુઓમાં દુખાવોનો સમાવેશ થાય છે. જેમ જેમ ચેપ આગળ વધે છે, તે ચેતનામાં ફેરફાર, હુમલા અને ગંભીર કિસ્સાઓમાં, કોમા અને મૃત્યુ તરફ દોરી શકે છે. ઝડપી ન્યુરોલોજીકલ બગાડ માટે વાયરસની ક્ષમતા દર્દીના અસ્તિત્વ માટે પ્રારંભિક તપાસ અને સારવારને નિર્ણાયક બનાવે છે. કુલ 140 શંકાસ્પદ કેસોમાંથી, 52 વિવિધ જિલ્લાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચાંદીપુરા વાયરસ માટે પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ છે, એમ રાજ્ય સરકારના એક નિવેદનમાં જણાવાયું છે.
આ પણ વાંચો:ભારતીય ક્રિકેટના ‘ધ ગ્રેટ વોલ’ અંશુમાન ગાયકવાડે લીધા અંતિમ શ્વાસ
આ પણ વાંચો:સુરતમાં યુટ્યુબરની હત્યામાં 2નાં રિમાન્ડ મંજૂર
આ પણ વાંચો:પાટણના ધારાસભ્યએ ગેરરીતિ અંગે રજૂઆતો બાદ સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત
