Not Set/ પીએમ મોદી 20 જુલાઇએ ધરમપુરમાં જાહેરસભા સંબોધશે

ગાંધીનગર લોકસભાની ચૂંટણીને ભલે હજુવાર હોય પરંતું પક્ષો અત્યારથી તૈયારીમાં લાગ્યાં છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇ માસમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ નરેન્દ્ર મોદી 20 જુલાઇએ સાઉથ ગુજરાતના ધરમપુરમાં આવશે જેમાં જાહેર જનતાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધી હતી. જેમાં અસંખ્ય લોકો જાહેરસભામાં […]

Gujarat

ગાંધીનગર

લોકસભાની ચૂંટણીને ભલે હજુવાર હોય પરંતું પક્ષો અત્યારથી તૈયારીમાં લાગ્યાં છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇ માસમાં ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે.પીએમ નરેન્દ્ર મોદી 20 જુલાઇએ સાઉથ ગુજરાતના ધરમપુરમાં આવશે જેમાં જાહેર જનતાને સંબોધશે. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધી હતી. જેમાં અસંખ્ય લોકો જાહેરસભામાં હાજર રહ્યા હતા.

જો કે વડાપ્રધાનના અધિકૃત કાર્યક્રમમની હજુ જાહેરાત નથી થઇ,પરંતું મળતી માહિતી પ્રમાણે પીએમ મોદી 20મી જુલાઇએ નરેન્દ્ર મોદી ધરમપુરના કાર્યક્રમમાં હાજરી આપી જાહેર જનતાને સંબોધન કરશે. વલસાડના વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

સુત્રો એવું પણ જણાવે છે કે પીએમ મોદી તેમની બે દિવસની ગુજરાત યાત્રા દરમિયાન જુનાગઢ અને ગાંધીનગર પણ જશે.