Not Set/ બંગાળમાં કોંગ્રેસનાં ઉમેદવારનું કોરોનાથી નિધન

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓ મોટી મોટી રેલીઓ યોજી રહ્યા છે.

Top Stories India

દેશમાં એક તરફ કોરોનાની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. ત્યારે બીજી તરફ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં અલગ-અલગ પાર્ટીઓનાં નેતાઓ મોટી મોટી રેલીઓ યોજી રહ્યા છે. અહી રેલી અને તે રેલીમાં આવતા લોકોની ભીડ જોઇને એક સમયે તમે પણ વિચારતા થઇ જશો કે અહી કોરોના નામનો કોઇ વાયરસ છે ખરા? આ લાપરવાહી હવે એક મોટુ પરિણામ લાવી રહી છે.

માણસ ભૂલ્યો માણસાઈ: રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

આપને જણાવી દઇએ કે, ચૂંટણી જીતવામાં ઉમેદવારો એટલા મગ્ન થઇ ગયા છે કે તે ભૂલી ચુક્યા છે કે આપણા દેશમાં કોઇ ખતરનાક વાયરસ લોકોનાં શરીરમાં જીવતો છે અને રોજ લાખોને ઇન્ફેક્ટેડ કરી રહ્યો છે. જણાવી દઇએ કે, મુર્શિદાબાદ જિલ્લાનાં સમશેરગંજનાં કોંગ્રેસનાં ઉમેદવાર રેઝાઉલ હકનું આજે સવારે કોલકાતાની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. આપને જણાવી દઇએ કે, તેઓ કોરોનાથી સંક્રમિત હતા. બંગાળ કોંગ્રેસ અધ્યક્ષ અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, હકનું ગુરુવારે અવસાન થયું. તે સમશેરગંજથી કોંગ્રેસનાં ઉમેદવાર હતા. “આ બેઠક પર મતદાન સાતમાં તબક્કામાં એટલે કે 26 એપ્રિલનાં રોજ થવાનું છે.

OMG! / એલોન મસ્કની ગર્લફ્રેન્ડની પીઠ પર દેખાયા એલિયને કરેલા ઇજાનાં નિશાન, જાણો શું છે હકીકત?

સોશિયલ મીડિયા પર, લોકો કોરોના સંક્રમણની વચ્ચે નેતાઓની રેલીઓમાં આવતા ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રાજ્યનાં મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) એ ચૂંટણી પ્રચાર પછી સુરક્ષા પ્રટોકોલનું પાલન કરવા શુક્રવારે બપોરે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કોલકતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળની આઠ તબક્કાની ચૂંટણીમાંથી બાકીનાં ચાર તબક્કાઓની રેલીઓમાં કોરોના વાયરસ સંબંધિત પ્રોટોકોલનું કડક પાલન સુનિશ્ચિત કરવા રાજ્યનાં સીઇઓ અને તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને આદેશ આપ્યો છે. બુધવારે પશ્ચિમ બંગાળમાં 5892 નવા કેસ નોંધાયા છે. આ આંકડો 26 મી ફેબ્રુઆરી એટલે કે ચૂંટણીની તારીખો જાહેર થયાનાં દિવસથી 27 ગણા કરતા વધુ છે. દરમિયાન, વિવિધ રાજકીય પક્ષોનાં કેટલાક અન્ય ઉમેદવારોને પણ કોરોના ચેપ લાગ્યો હોવાનું જાણવા મળે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ