Pakistan News/ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભારે વધારો, 520 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચ્યા

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં મોટો વધારો. મધ્ય પૂર્વના સંઘર્ષ વચ્ચે પેટ્રોલ ₹458 અને ડીઝલ ₹520 પ્રતિ લિટર સુધી પહોંચ્યું.

Top Stories World Breaking News
Petrol Diesel Price

Pakistan News:પાકિસ્તાને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલના ભાવમાં 43% વધારાથી પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 458.4 ($1.64) થયો છે.પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel Price) બંનેના ભાવ પ્રતિ લિટર 520.35 ($1.86) થયા છે.પેટ્રોલિયમ મંત્રી અલી પરવેઝ મલિકે ગુરુવારે આ જાહેરાત કરી હતી. મલિકે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેલ સંકટ માત્ર આ પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને ઘેરી લીધું છે. પાકિસ્તાનમાં પેટ્રોલના નવા દર આજે સવારે અમલમાં આવ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા થયા?

પાકિસ્તાને ગુરુવારે ડીઝલ અને પેટ્રોલના ભાવમાં વધારો કર્યો, એક મહિના કરતાં ઓછા સમયમાં બીજી વખત.પાકિસ્તાનમાં ડીઝલનો ભાવ 54.9% વધીને 520.35 પાકિસ્તાની રૂપિયા ($1.88) પ્રતિ લિટર થયો છે,જ્યારે પેટ્રોલનો (Petrol Diesel Price) ભાવ 42.7% વધીને 458.40 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થયો છે.

ટુ-વ્હીલર ચાલકો અને ખેડૂતો માટે રાહત

પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના (Petrol Diesel Price) ભાવમાં આ રેકોર્ડબ્રેક વધારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ બાદ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં થયેલા તીવ્ર વધારાને કારણે થયો છે. જોકે,પાકિસ્તાન સરકાર ટુ-વ્હીલર વપરાશકર્તાઓને ત્રણ મહિના માટે પ્રતિ લિટર 100 રૂપિયા સબસિડી આપશે, જેની મહત્તમ મર્યાદા દર મહિને 20 લિટર રહેશે.

ગયા મહિને જ કિંમતોમાં 20 ટકાનો વધારો થયો છે

ગયા મહિને જ પાકિસ્તાને ડીઝલ અને પેટ્રોલના (Petrol Diesel Price) ભાવમાં આશરે 20% વધારો કર્યો છે. પાકિસ્તાન મુખ્યત્વે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતથી તેલની આયાત પર ખૂબ નિર્ભર છે, જે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પરિવહન થાય છે.


આ પણ વાંચો :તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો

આ પણ વાંચો :શું ઈરાન-ઈઝરાયેલ યુદ્ધનો અંત આવશે? પાકિસ્તાન, સાઉદી અને તુર્કી શાંતિ સ્થાપવા મેદાનમાં

આ પણ વાંચો :ઇઝરાયેલ-અમેરિકા vs ઈરાન યુદ્ધમાં પાકિસ્તાનની એન્ટ્રી!