National News/ કાશ્મીરમાં લશ્કરના નેટવર્કનો સફાયો, 16 વર્ષથી ફરાર અબુ હુરાયરા સહિત 5 આતંકીઓ ઝડપાયા

જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓએ લશ્કર-એ-તૈયબાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. 16 વર્ષથી ફરાર આતંકી Abu Huraira સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

NATIONAL Top Stories India
terrorist Abu Huraira

Abu Huraira terrorist arrested:  જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરતા લશ્કર-એ-તૈયબા (LeT) ના એક ખતરનાક નેટવર્કને તોડી પાડ્યું છે. શ્રીનગરથી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરાયરા (Abu Huraira) સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન જમ્મુ-કાશ્મીર ઉપરાંત રાજસ્થાન અને હરિયાણા સહિત કુલ 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અનેક વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે.

16 વર્ષથી ફરાર હતો Abu Huraira

ધરપકડ કરાયેલ મુખ્ય આતંકી અબ્દુલ્લા ઉર્ફે અબુ હુરાયરા છેલ્લા 16 વર્ષથી સુરક્ષા એજન્સીઓની આંખમાં ધૂળ નાખીને ફરાર હતો. તેણે જમ્મુ-કાશ્મીરની બહાર પણ લશ્કર-એ-તૈયબાના ઠેકાણા બનાવવામાં સફળતા મેળવી હતી. આ ઓપરેશનમાં અન્ય એક પાકિસ્તાની આતંકવાદી ઉસ્માન ઉર્ફે ખુબૈબની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ આતંકીઓ 16 વર્ષ પહેલા ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા હતા અને કાશ્મીર ખીણના વિવિધ જિલ્લાઓમાં સક્રિય હતા.

ધરપકડ કરાયેલા આતંકીઓની વિગત

પકડાયેલા પાંચ શખ્સોમાંથી ત્રણ શ્રીનગરના રહેવાસી છે. જેમાં મોહમ્મદ નકીબ ભટ, આદિલ રાશિદ ભટ (Abu Huraira) અને ગુલામ મોહમ્મદ મીર ઉર્ફે મામાનો સમાવેશ થાય છે. આ લોકો પર આતંકવાદીઓને રહેવા માટે આશ્રય, ખોરાક અને નાણાકીય સહાય પૂરી પાડવાનો ગંભીર આરોપ છે. આ વર્ષો દરમિયાન તેમણે અંદાજે 40 જેટલા વિદેશી આતંકીઓનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી મોટાભાગનાને સુરક્ષા દળોએ ઠાર કર્યા છે.

નકલી દસ્તાવેજોના આધારે નેટવર્ક

તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક વિદેશી આતંકીએ લશ્કર-એ-તૈયબાના (Abu Huraira) નેટવર્કની મદદથી નકલી દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવીને દેશની બહાર મુસાફરી કરવામાં પણ સફળતા મેળવી હતી. આ મોડ્યુલ આતંકીઓને લોજિસ્ટિક સપોર્ટ આપવાની સાથે સાથે ફંડિંગ પૂરું પાડવામાં પણ સામેલ હતું. આ ધરપકડથી પાકિસ્તાની આતંકી સંગઠનના ભારતમાં ફેલાયેલા ઊંડા નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.


આ પણ વાંચો: છેવટે ઓપરેશન સિંદૂરથી થયેલા વિનાશનો સ્વીકાર કર્યો, જૈશ પછી, લશ્કર કમાન્ડરે કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ!

આ પણ વાંચો: પાકિસ્તાનમાં લશ્કરનો આતંકવાદી ઠાર, ભારતમાં ત્રણ મોટા હુમલામાં હતો સામેલ

આ પણ વાંચો: 22 કલાક ચાલીને બૈસરન ખીણ પહોંચ્યા હતા 3 આતંકીઓ, આદિલ ‘ગાઈડ’ બની બતાવ્યો રસ્તો