હરિયાણાના પંચકુલામાં ખેલો ઇન્ડિયા ગેમ્સનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ધાટન કર્યું હતું. પંચકલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્મ સાથે આ ગેમ્સનો શુભારંભ થયો હતો. આકાર્યક્રમમાં ખેલ મંત્રી અનુરાગ ઠાકર, રાજ્ય ખેલ મંત્રી નિશિત પ્રમાણિક, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર ખચ્ચર અને હરિયાણાના ખેલ મંત્રી સંદીપ સિંહ પણ હાજર હતા. ખેલો ઇન્ડિયા ગેમ્સ કાર્યક્રમ 13 જૂન સુધી ચાલશે. વર્ષ 2018માં પ્રથમવાર ખેલો ઇન્ડિયા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે તેની ચોથી સિઝન છે.
આ તકે ગૃહમંત્રી અમિત શાહનું કહેવું હતું કે, ‘ગત 4 વર્ષમાં દેશના ખેલાડીઓને મંચ આપવાનું કામ આ રમતોત્સવે કર્યું છે. તેમણે હરિયાણા પ્રશંસા કરતાં કહ્યું કે હરિયાણા રમતગમતની રાજધાની છે. સમગ્ર દેશને હરિયાણાના ખેલાડીઓ પર ગર્વ છે. જેમણે દેશને મેડલ અપાવ્યા છે.ઉદઘાટન બાદ પ્રાસંગિક પ્રવચનમાં ગૃહમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે રમતગમતની દુનિયામાં ઘણા મોટા સીમાચિહ્નો હાંસલ કર્યા છે અને મેડલની સંખ્યા વધી છે. તેમજ મોટી ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કરતા મેડલ્સ પણ વધ્યા છે. 2014માં રમતગમત વિભાગનું બજેટ 866 કરોડ રૂપિયા હતું, જે વધારીને 1993 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. કારણ કે વર્ષ 2016માં બે ઓલિમ્પિક મેડલ લાવનારા આપણા ખેલાડીઓની સંખ્યા 2020 ટોક્યો ઓલિમ્પિકમાં વધીને 7 થઈ ગઈ છે. ટોક્યોમાં આ સંખ્યા 21 પર પહોંચી ગઈ હતી. ડેફલિમ્પિક્સમાં ભારતના મેડલ્સની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2047માં ભારત ટોચના 5 દેશોમાં સામેલ થઈ જાય તે જ વર્ષે આપણે ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરીશું. KIUGમાં ભારતની 208 યુનિવર્સિટીઓના લગભગ 3900 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે પંચકુલાના તાઉ દેવી લાલ સ્ટેડિયમ ઉપરાંત ચંદીગઢ, દિલ્લી,શાહબાદ અને અંબાલામાં પણ રમતોત્સવ યોજાશે . જેમાં આશરે 4700 ખેલાડીઓ ભાગ લેશે. જેમાં 2, 262 યુવતીઓ સામેલ છે પ્રથમ વાર એવું થઈ રહ્યું છે કે તમામ 36 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ખેલાડીઓ આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. તો હરિયાણાના સૌથી વધુ 398 એથલિટ ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: આજે પ્રકૃતિને વધુ નજીકથી માણો અને આ માહિતી જાણો
