Gujarat News/ ખેડૂતોના હિતમાં જાહેર કરાયેલા  રૂ. 10,000 કરોડના કૃષિ રાહત પેકેજ હેઠળ અરજી કરવાની સમય મર્યાદા તા. 5 ડિસેમ્બર, 2025 સુધી લંબાવાઈ

હજુ પણ અરજી કરવાની બાકી હોય તેવા તમામ નુકશાનગ્રસ્ત ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા કૃષિ મંત્રીની જીતુભાઈ વાઘાણીની અપીલ

Gujarat

Gujarat News : ગુજરાતમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોને પડખે ઊભા રહીને રેકોર્ડબ્રેક સમયમાં રૂ. 10,000 કરોડનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ ઉદારતમ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકશાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે તે માટે ગત તા. 14 નવેમ્બરથી જ 15 દિવસ માટે ઓનલાઇન અરજી પોર્ટલ (https://krp.gujarat.gov.in) ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ગુજરાતનો કોઇપણ નુકશાનગ્રસ્ત ખેડૂત આ સહાયથી વંચિત ન રહી જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ કૃષિ મંત્રી  જીતુ વાઘાણીની સૂચનાથી કૃષિ વિભાગ દ્વારા પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધુ સાત દિવસ એટલે કે, આગામી તા. 5 ડિસેમ્બર સુધી લંબાવવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં હજુ પણ જે નુકશાનગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે અરજી કરવાની બાકી હોય, તેવા તમામ ખેડૂતોને આ સાત દિવસમાં અરજી કરવા અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાનું પોર્ટલ ગત તા. 14 નવેમ્બરથી કાર્યરત કરવામાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક, મગફળીની ખરીદી, કૃષિ રાહત પેકેજ પ્રગતિની સમીક્ષા કરાશે

આ પણ વાંચો: કમોસમી વરસાદને લઈને SDRF તથા રાજ્ય બજેટમાંથી કૃષિ રાહત પેકેજ આપવાનું ઠરાવવામાં આવ્યું

આ પણ વાંચો: ગુજરાત સરકારે લીધેલા કૃષિ રાહત પેકેજ નિર્ણયને ખેડૂત અગ્રણીઓએ આવકાર્યું!