Navsari News: મહાકુંભમાં મહાપૂર્ણિમાના માઘ સ્નાનના સ્વરૂપમાં શાહી સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજમાં ઉમટ્યા છે. પ્રયાગરાજમાં નવસારીના એક યુવાનનું મોત થયું છે. નવસારીનો વિવેક પટેલ નામનો 35 વર્ષીય યુવાન કુંભના સંગમ ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. આ દરમિયાન તેને ચક્કર આવવા લાગ્યા હતા અને તે અચાનક નીચે પડી ગયો હતો.
આના પગલે તેના કુટુંબીજનો સ્થાનિકો તથા સ્થાનિક સત્તાવાળાઓ સાથે મળીને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેને મૃત્યુ પામેલો જાહેર કરવાની સાથે કુટુંબમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ. મૃતકને ઘરે લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસદની દરમિયાનગીરીથી તેને ત્યાંથી સીધો એમ્બ્યુલન્સમાં લાવવામાં આવશે. યુવકનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું માનવામાં આવે છે.
આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના સંગમ મહાકુંભ 2025માં ભક્તોનો ધસારો ઉમટ્યો છે. માઘી પૂર્ણિમાના દિવસે સંગમમાં સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓ પર હેલિકોપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 46 થી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે.
આજે, મહાપૂર્ણિમા નિમિત્તે, ભક્તો સ્નાન કરવા માટે મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મહાકુંભના વધારાના મેળા અધિકારી વિવેક ચતુર્વેદીએ જણાવ્યું હતું કે આજે મહાપૂર્ણિમા સ્નાન છે, આ વખતે મેળામાં ઘણી ભીડ છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. બધી તૈયારીઓ કરી લેવામાં આવી છે. અત્યાર સુધીમાં, મહાકુંભ દરમિયાન મહાપૂર્ણિમા નિમિત્તે કરોડથી વધુ ભક્તોએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે, જેમાં 10 લાખથી વધુ કલ્પવાસીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: આ વિશેષ ટ્રેનો આજે પ્રયાગરાજ મહાકુંભથી ચાલી રહી છે, જુઓ સમય અને ટ્રેનોની સંપૂર્ણ યાદી
આ પણ વાંચો: મહાકુંભમાં માઘ પૂર્ણિમાએ સ્નાન કરવા માટે ભીડ ઉમટી, 74 લાખ ભક્તોએ વહેલી સવારે સ્નાન કર્યું
આ પણ વાંચો: પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસને થયો ભયાનક અકસ્માત, 7ના મોત
