Ahmedabad News/ અમદાવાદીઓ જાણો તમારા નવા મેયર હિતેશ બારોટને

Hitesh Barotને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની કામગીરી ફળી છે. આ કામગીરીમાં તેમનું નિર્વિવાદ વ્યક્તિત્વ અને કામ લેવાની કુનેહ પક્ષને આકર્ષી ગઈ છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Hitesh Barot work appreciate as a chairman

Ahmedabad News: અમદાવાદના નવા મેયર પદે હિતેશ બારોટ (Hitesh Barot)ની વરણી થઈ છે. હિતેશ બારોટ ભાજપના થલતેજ વોર્ડના કોર્પોરેટર છે. તેઓ 1986થી ભાજપમાં સક્રિય છે. ટૂંકમાં તેઓ શાસક પક્ષની વિચારધારાને પહેલેથી જ વરેલા છે. તેઓ 1987થી 1997માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)માં સક્રિય રીતે કામ કરી ચૂક્યા છે. તેમનો આરએસએસ(RSS)માં કામ કરવાનો અનુભવ ભાજપમાં સંગઠન ધોરણે કામ કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે.

હિતેશ બારોટ(Hitesh Barot)ને RSSનું બેકગ્રાઉન્ડ ઉપયોગી નીવડ્યું

તેમની સંગઠનાત્મક કુનેહ જોઈને 1988માં થલતેજ ગ્રામ્ય મંડળના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. તેની કામગીરી સફળતાપૂર્વક કરવામાં આવ્યા પછી 1989થી 1997 સુધી તેમણે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના 18 ગામ બક્ષીપંચની જવાબદારી સંભાળી હતી. 2001થી 2005 સુધી તે બોડકદેવ ગ્રામ પંચાયતના સરપંચ હતા. 2010માં તે અમદાવાદ (એપીએમસી)ના વાઇસ ચેરમેન બન્યા હતા. તેના પછી 2012માં તેમની એડીસી બેન્કના ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ હતી. 2014માં તે એડીસી બેન્કમાં ડિરેક્ટર બન્યા હતા.

સહકારી ક્ષેત્રમાં પણ હિતેશ બારોટનું નોંધપાત્ર પ્રદાન

આમ તેમણે આરએસએસ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યુ હતુ. એપીએમસીમાં ડિરેક્ટર તરીકેની તેમની કામગીરીને આજે પણ લોકો યાદ કરે છે. 2014માં તે ગાંધીનગર લોકસભામાં બક્ષી પંચના ઇન્ચાર્જ બન્યા હતા. 2013થી 2017 તે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેન્કમાં ડિરેક્ટર બન્યા હતા. 2017માં તે ગુજકોમાસોલના ડિરેક્ટર બન્યા હતા. 2018માં તે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટર બન્યા હતા. 2021માં તે થલતેજ વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે પહેલી વખત ચૂંટાયા હતા.

હિતેશ બારોટની પહેલી ટર્મમાં સફળ કામગીરી

તેમની કામગીરીનો બહોળો અનુભવ જોતાં તેમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવાયા હતા. તેમની આ કામગીરી એટલી સફળતાપૂર્વક નીભાવી છે કે કોર્પોરેટર તરીકેની બીજી ટર્મમાં અમદાવાદના મેયર બનાવાયા છે. અમદાવાદ જેવા શહેરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોવા છતાં પણ તેમની રાજકીય કારકિર્દી નિર્વિવાદ રહી હતી તે વાત પક્ષના હાઈકમાન્ડને સ્પર્શી ગઈ છે.


આ પણ વાંચો : AMCની ચૂંટણીના મહિના પછી મળ્યા નવા મેયર હિતેશ બારોટ, ડેપ્યુટી મેયર અંજુ શાહ, કમલેશ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

આ પણ વાંચો : અમદાવાદને 26 મેના રોજ મળશે નવા મેયર, AMCમાં સામાન્ય સભા બોલાવવામાં આવી

આ પણ વાંચો : AMCમાં લાખોનું કૌભાંડ, પૂર્વ ઝોનના 4 અધિકારીઓ સસ્પેન્ડ