રાજકોટ/ દોઢ વર્ષથી સતત ફરજ બજાવી રહ્યા આરોગ્યકર્મીઓ રજા માંગવા RMC કચેરી પહોચ્યું

જો દિવાળી સમયે કોઈ પણ કર્મચારીઓને રજા આપવામાં આવશે નહીં તો અમે જાતે જ રજા રાખીશું તેવું કર્મચારી દ્વારા કહેવામા આવ્યું છે.

Gujarat Rajkot

રાજયમાં પ્રકાશના પર્વ દિવાળીના તહેવારોની શરૂઆત  થયેલી  જોવા મળી રહી છે . ત્યારે  લોકો સ્વજનો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે.  લોકો  દિવાળી ઉજવવા પોતાના વતન જતા હોય  છે.  ત્યાં જઈને  પોતાના લોકો જોડે  ઉજવણી કરતા હોય છે  . ત્યારે આજે રે આ વર્ષે રાજકોટ કોર્પોરેશનના કર્મચારીઓને દિવાળીના તહેવારો પર રજા આપવામાં આવી નથી ત્યારે રાજકોટ મનપાના આરોગ્ય કર્મચારીઓનું ટોળું કોર્પોરેશન ખાતે ધસી ગયું હતું અને રજા આપવા તીવ્ર માંગ કરી છે.

આ પણ વાંચો ;Political / ગોવાની જનતાને CM કેજરીવાલ કરાવશે તીર્થ સ્થાનોનાં દર્શન, કોંગ્રેસ-ભાજપ પર કર્યા આકરા પ્રહાર

તેમજ સાથે જ નાઇટ ડ્યુટીનો વિરોધ કર્યો અને પોલીસ રક્ષણની માગ કરી છે. આ આરોગ્યકર્મીઓનું માનવું છે કે આખુ વર્ષ તેઓ સતત ડ્યુટી નિભાવતા હોય છે.ત્યારે માનવતાના ધોરણે તેઓને બે દિવસ રજા મળવી જોઇએ..જેથી તેઓ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરી શકે.

રાજકોટ મહાનગરપાલિકા  ઓફિસે એકત્ર થયા હતા. તેમણે રજૂઆત કરી હતી કે અમે કોરોના સહિત અનેક સમય સતત ફરજ  બજાવતા આવ્યા  છે. તેમજ શહેરને સ્વચ્છ રાખવામાં અમારું યોગદાન સૌથી વધારે છે. તેમજ અમે પણ ઘરના સભ્યો સાથે તહેવાર ઉજવવાની ઈચ્છા રાખીએ છીએ તેથી અમને પણ બે દિવસની રજા આપવી જોઇએ.જો દિવાળી સમયે કોઈ પણ કર્મચારીઓને રજા આપવામાં આવશે નહીં તો અમે જાતે જ રજા રાખીશું તેવું કર્મચારી દ્વારા કહેવામા આવ્યું છે. દિવાળી અને નવાવર્ષના દિવસે ફરજિયાત રજા આપવા મનપાના 23 UHCના આરોગ્ય કર્મચારીઓ રાજકોટ કોર્પોરેશનની કચેરીએ એકત્ર થયા હતા.

આ પણ વાંચો ;રાજકોટ / નોન ક્રિમીલીયરની જરૂરીયાત વધતી હોવાથી બહુમાળીમાં બે દિવસ કામગીરી 12 કલાક સુધી ચાલશે