Ahmedabad/ ઓઢવ રિંગ રોડ પર લાખો રૂપિયાનાં કેમિકલ ચોરીનો પર્દાફાશ

અમદાવાદમાં કેમિકલ ચોરી અને ઓઇલ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો…

Ahmedabad Gujarat

@વિશાલ મેહતા, મંતવ્ય ન્યૂઝ

અમદાવાદમાં કેમિકલ ચોરી અને ઓઇલ ચોરી કરતા લોકો સામે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. અને તે આદેશ બાદ પોલીસની પ્રિવેન્શન ઑફ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેરનાં ઓઢવ વિસ્તારમાં આવેલ શેડ નંબર 245,શ્રી કૃષ્ણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં,પામ હોટેલની સામે સરદાર પટેલ રિંગ રોડ પર કેટલા લોકો કેમિકલ ચોરી કરી રહ્યાં છે.

જેથી માહિતીનાં આધારે પોલીસે દરોડા પાડી કેમિકલ ચોરી કરી રહેલા 2 લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3.20 લાખનાં ચોરીનાં કેમિકલ સહિત કુલ 53 લાખનો મુદ્દમાલ કબ્જે કર્યા છે. આરોપી કનૈયા યાદવ અને દિનેશ દેવડા પોતાના ફરાર સાગરીત સુરજીત સિંગ સાથે મળી છેલ્લે ઘણા સમયથી આ પ્રકારે કેમિકલની ચોરી કરી રહ્યાં હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેથી હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે. સાથોસાથ ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે પોલીસ એ તપાસ પણ કરી રહી છે કે આ લોકો કેટલા સમયથી કામ કરી રહ્યાં હતાં અને આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે. આ ઉપરાંત આરોપી કઈ રીતે વેચાણ કરી રૂપિયાની કમાણી કરતા હતા.? હાલ તો આ મામલે પોલીસ તપાસ બાદ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યાતા સેવાઈ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો