Not Set/ રાજકોટ/ RTO હત્યા મામલે 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ

રાજકોટમા આરટીઓ હત્યા મામલે 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી. આરટીઓ કચેરી પાસે રેડિયમ નંબર પ્લેટ મામલે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે છેલ્લા કેટલાક દિવસથી ફરાર રહેલા આરોપીઓ આજે બામણબોર પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. રાજકોટમાં આરટીઓ કચેરી પાસે રેડિયમ નંબર પ્લેટ મામલે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સાહિલ પાયક […]

Gujarat Rajkot

રાજકોટમા આરટીઓ હત્યા મામલે 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી. આરટીઓ કચેરી પાસે રેડિયમ નંબર પ્લેટ મામલે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે છેલ્લા કેટલાક દિવસથી ફરાર રહેલા આરોપીઓ આજે બામણબોર પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે.

રાજકોટમાં આરટીઓ કચેરી પાસે રેડિયમ નંબર પ્લેટ મામલે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી. સાહિલ પાયક નામના યુવાન સાથે રેડિયમ નંબર પ્લેટ મામલે માથાકૂટ થવાને પગલે પહેલા સમાધાન કરવામાં આવ્યું હતું.  બાદમાં માથાકૂટ મામલે 6 લોકોએ એક સાથે તૂટી પડીને ધોકા અને છરી વડે યુવાનને રહેશી નાખ્યો હતો , સમગ્ર મામલે છેલ્લા કેટલાક દિવસથી ફરાર રહેલા આરોપીઓ આજે બામણબોર પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે, ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય આરોપી મુકેશ ઉર્ફે કાનો, અમરીશ ઉર્ફે કનુ ગોહિલ, ધર્મેશ ધ્રાંગા, રાહુલ ગોહિલ, નીતિન ડાભી અને મનસુખ ઢોલરીયા ની ધરપકડ કરવામાં આવી છે , ડીસીપી રવિ મોહન સૈનીએ સમગ્ર મામલે પત્રકાર પરિષદ યોજીને વિગતો જાહેર કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.