સુરેન્દ્રનગર શહેરમાં દિવસે ને દિવસે આપઘાતના બનાવમાં વધારો થઇ રહ્યો છે. અહિંયા 2 દિવસમેં 2 વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે નર્મદા કેનાલમાં કુદીને એક યુવતીએ મોતને વ્હાલું કર્યું હતું. જ્યારે આજે સુરેન્દ્રનગરના ડેમમાં કુદીને એક યુવકે મોતને વ્હાલું કર્યું છે.
જણાવીએ કે આજે દુધરેજ નર્મદા કેનાલમાં જીતુ સિંગ રણછોડ સિંગ પરિહાર તેઓ કલરકામનો ધંધો કરતા હતા તેઓએ ગઈ કાલ સવારે મૂળચંદ કેનાલમાં ઝંપલાવ્યું હતું તેને લાશ આજે મળતા ગ્રામ્યજનોએ બહાર કાઢીને પોલીસને જાણ કરી હતી. આ મામલે બી ડિવિઝનના બીટ પોલીસ કર્મચારી હિંમતભાઈ વડે ખાણીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
મૃતદેહ મળી આવતા આ ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા. આ યુવકની લાશ મળ્યાની માહિતી પોલીસ મથકે થતા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એમ.પી. ના યુવાને કેનાલમાં ઝંપલાવી મોતને વહાલું કર્યુ હતું તેની વધુ તપાસ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકના હેંમતભાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
