World News:બરમુડા (Bermuda)થી બોસ્ટન જઈ રહેલી એક કેનેડિયન-રજિસ્ટર્ડ એર એમ્બ્યુલન્સ (Air Ambulance)ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગર(Atlantic Ocean) ઉપર અચાનક ગાયબ થઈ ગયા બાદ તેના અવશેષો યુએસએના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં નેન્ટુકેટના કિનારેથી મળી આવ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ચાર ક્રૂ મેમ્બર અને બે મુસાફરો સહિત કુલ છ લોકો સવાર હતા, જેમાં કેનેડા અને બર્મુડાના નાગરિકો સામેલ છે. યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા આ વિસ્તારમાં સતત શોધખોળ અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે માર્ગમાં ભારે વાવાઝોડું આવ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના ઓડિયો રેકોર્ડિંગ પરથી ખુલાસો થયો છે કે વિમાનના કોકપીટમાં અચાનક ગંભીર ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ સર્જાઈ હતી અને તેના નેવિગેશન સાધનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. વાવાઝોડા અને સાધનોની નિષ્ફળતાને કારણે પાઇલટને ‘બ્લાઇન્ડ ફ્લાઇટ’ (Blind Flight) ભરવાની ફરજ પડી હતી અને તેણે કટોકટી જાહેર કરી હતી.
![]()
Bermuda : 24000 ફૂટથી અચાનક નીચે આવી ફ્લાઇટ
ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન અચાનક આશરે 24000 ફૂટની ઊંચાઈથી ઝડપથી નીચે ઉતરીને 10000 ફૂટથી પણ નીચે આવી ગયું હતું.ઉડ્ડયન વિશેષજ્ઞોના મતે, ખરાબ હવામાન અને સાધનોના ફેલ થવાને કારણે પાઇલટે દિશા અને કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે.બર્મુડાના એરપોર્ટ ઓપરેટર ‘સ્કાયપોર્ટ’ અને કેનેડા (Canada)ના પરિવહન પ્રધાન સ્ટીવન મેકકિનોને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓ સંયુક્ત રીતે આ દુર્ઘટનાના કારણોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો:મોરિટાનિયામાં એટલાન્ટિક મહાસાગર નજીક બોટ પલટી ખાતા 90 માઈગ્રન્ટસના થયા મૃત્યુ, 170 લોકો હતા સવાર
આ પણ વાંચો:શું બધા મહાસાગરોનું પાણી ખારું છે કે કેટલાક સમુદ્ધ મીઠા પણ છે? બહુ ઓછા લોકો જાણે છે આ વાત
આ પણ વાંચો:પ્રશાંત મહાસાગરનો આવશે અંત, ભારત-યુએસ-આફ્રિકા-ઓસ્ટ્રેલિયા મળીને બનાવશે નવી દુનિયા
