OMG!/ અમેરિકામાં 3 વર્ષના બાળકે તેના 8 મહિનાના ભાઇને મારી ગોળી

8 મહિનાના બાળક પર તેના ભાઇએ ઘરમાં મૂકેલી બંદૂકથી ગોળી ચલાવી

World

અમેરિકામાં બંદૂકથી ફાયરીંગના બનાવો અવારનાવર બને છે, અમેરિકામાં બંદૂકની સમસ્યા વિકટ બની ગઇ છે આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડેને બંદૂકના લાઇસન્સ મામલે સખત કાયદો બનાવવાની વાત કહી હતી, દેશમાં બંદૂકથી ફાયચિંગની ઘટના આમ બની ગઇ છે 

અમેરિકાના હ્યુસ્ટનમાં દર્દનાક ઘટના ઘટી છે  8 મહિનાના બાળકને ગોળી વાગવાથી તેનું મોત નિપજ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 8 મહિનાના બાળક પર તેના ભાઇએ ઘરમાં મૂકેલી બંદૂકથી ગોળી ચલાઇ હતી,બાળકને પેટમાં ગોળી વાગી હતી.

બંદૂક ઉપયોગ કરતાં લોકોને અપીલ કરૂ છું કે તમારા હથિયાર ઘરમાં સુરક્ષિત રાખો આ  ઘટના ખુબ દર્દનાક  છે

આ ઘટનાની જાણ પરિવારને થતાં ઇજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમા લઇ ગયા,  ત્યાં તેનું મોત નિપજ્યું હતું. તપાસ કરનાર પોલીસને શરૂઆતમાં બંદૂક મળી ન હતી પરતું તેની શોધખોળ કરતાં વાહનની અંદરથી મળી આવી હતી. હ્યુસ્ટન પોલીસ વિભાગના સહાયક પ્રમુખ વેંડી બૈમબ્રિજે કહ્યું હતું કે હું તમામ બંદૂક ઉપયોગ કરતાં લોકોને અપીલ કરૂ છું કે તમારા હથિયાર ઘરમાં સુરક્ષિત રાખો.આ  ઘટના ખુબ દર્દનાક  છે.