Jamnagar News/ જામનગરમાં મનપાનું દબાણો પર બુલડોઝર! કર્મચારી પર હુમલા બાદ 13થી વધુ રેકડી-કેબિન સહિતનો સામાન જપ્ત

Jamnagar Demolition: જામનગરમાં મનપાએ દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ અને બર્ધન ચોકથી માંડવી ટાવર સુધી દબાણો હટાવ્યા. કાર્યવાહી દરમિયાન 13થી વધુ રેકડી અને એક કેબિન સહિતનો સામાન જપ્ત કરાયો.

Top Stories Gujarat Others
Jamnagar Demolition: જામનગરમાં મનપાની દબાણ હટાવવાની ઝુંબેશમાં 13થી વધુ રેકડી જપ્ત

Jamnagar News: જામનગરમાં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારી પર હુમલાની ઘટના બાદ બીજા જ દિવસે મનપાએ દબાણો હટાવવાની ઝુંબેશ તેજ કરી (Jamnagar Demolition) હતી. શહેરના દીપક ટોકીઝથી સુભાષ માર્કેટ અને બર્ધન ચોક (Bardan Chowk)થી માંડવી ટાવર (Mandvi Tower) સુધીના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપાની ટીમની અચાનક કામગીરીથી રસ્તા પર ગેરકાયદે દબાણ કરીને વેપાર કરતા ધંધાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી.

Jamnagar Demolition: ટ્રાફિકની સમસ્યા દૂર કરવા કાર્યવાહી

દિવાળીના તહેવારને કારણે શહેરનાં બજારોમાં ખરીદી માટે લોકોની અવરજવર વધી છે. આ દરમિયાન રસ્તા પર રેકડીઓ અને પથારા ખડકાઈ જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો મળી હતી. જેને ધ્યાનમાં રાખીને મનપાની ટીમે સવારે જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. રસ્તા પર અવરોધરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Jamnagar Demolition: જામનગરમાં મનપાની દબાણ હટાવવાની ઝુંબેશમાં 13થી વધુ રેકડી જપ્ત
Jamnagar Demolition: જામનગરમાં મનપાની દબાણ હટાવવાની ઝુંબેશમાં 13થી વધુ રેકડી જપ્ત

35થી વધુ કર્મચારીઓનો કાફલો જોડાયો

આ ઝુંબેશમાં દબાણ હટાવ નિરીક્ષક ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલા સહિત અન્ય નિરીક્ષકો તથા 35થી વધુ કર્મચારીઓ જોડાયા હતા. ટીમે રસ્તા પર અડચણરૂપ રેકડીઓ, પથારા, પૂતળાં, શાકભાજીનાં કેરેટ, છત્રી-કાંટા સહિતનો સામાન હટાવી કબજે લીધો હતો.

Jamnagar Demolition: જામનગરમાં મનપાની દબાણ હટાવવાની ઝુંબેશમાં 13થી વધુ રેકડી જપ્ત
Jamnagar Demolition: જામનગરમાં મનપાની દબાણ હટાવવાની ઝુંબેશમાં 13થી વધુ રેકડી જપ્ત

13થી વધુ રેકડી અને એક કેબિન સહિતનો સામાન જપ્ત

કાર્યવાહી દરમિયાન મનપા (Jamnagar Municipal Corporation)એ 13થી વધુ રેકડીઓ અને એક કેબિન સહિતનો સામાન જપ્ત કર્યો હતો. કબજે કરાયેલો સામાન બે મોટાં ટ્રેક્ટરમાં ભરીને મહાનગરપાલિકાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન અચાનક હાથ ધરાયેલી આ ઝુંબેશને કારણે રસ્તા પર પથારા પાથરીને વેપાર કરતા ધંધાર્થીઓમાં પોતાનો સામાન ખસેડવા માટે ભાગદોડ જોવા મળી હતી.


આ પણ વાંચો: જામનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો! કર્મચારીને રસ્તા પર પાડી ઢોર માર માર્યો

આ પણ વાંચો: અમદાવાદના SP રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી! 31 દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

આ પણ વાંચો: અમદાવાદમાં AMCનું મેગા ડિમોલિશન, 4 વોર્ડમાં દુકાનો અને મકાનો સહિતનાં દબાણો દૂર