ગઢડા/ એસ.પી.સ્વામીને 6 જીલ્લામાંથી તડીપાર કરવા નોટીસ, તો કહ્યું, મારા કરતાં…

એસ.પી.સ્વામીને 6 જીલ્લામાંથી કરાયા તડીપાર કરવા નોટીસ, તો કહ્યું, મારા કરતાં નૌતમ સ્વામી સામે વધુ ફરિયાદ છે

Gujarat Others Trending
  • મારી સામે ખોટી ફરિયાદ દાખલ કરાઇ
  • મારા કરતાં નૌતમ સ્વામી પર વધુ ફરિયાદ
  • નૌતમ સ્વામીએ આપી પ્રતિક્રિયા
  • એસ.પી.સ્વામીએ લગાવેલ આરોપ ખોટા
  • ધર્મની ભાષા બોલવી- નૌતમ સ્વામી

 ગઢડા ગોપીનાથ મંદિર હંમેશાથી વિવાદથી ઘેરાયેલા હોય છે તે મંદિરની ચૂંટણી  હોય ચકે અપચી અન્ય કોઈ કારણ. હાલમાંઆ ગઢડા ગોપીનાથ મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કર્યા છે અને એ પણ એક અહીં પુરા 6 જીલ્લામાંથી તેમને તડીપાર કરવામાં આવ્યા છે. નાયબ કલેક્ટરે  એસ પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપાર કરવા નોટીસ આપી છે. સ્વામીને તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે.

તંત્ર દ્વારા એસ પી સ્વામીને 25 માર્ચ સુધીમાં શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. એસપી સ્વામી વિરૂદ્ધ 2007નો જુનો કેસ અને લોકડાઉન દરમિયાન જાહેરનામાનો ભંગ કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. સામે પક્ષે એસ.પી સ્વામીનું કહેવું છે કે મારા કરતા નૌતમ સ્વામી સામે વધુ ફરિયાદ  થયેલ છે.

તો નૌતમ સ્વામીએ પણ પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે, એસ.પી. સ્વામીએ લગાવેલા આરોપ ખોટા છે અને એસ.પી. સ્વામીએ ધર્મની ભાષા બોલવી જોઈએ.