પોલ ડાન્સ/ જેક્લીન ફર્નાન્ડીઝ પોલ ડાન્સ કરતાં જોવા મળી

જેકલિન પોલ ડાન્સમાં જોવા મળી

Entertainment

જેક્લીન ફર્નાન્ડીઝનો પોલ ડાન્સ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેક્લીન ફર્નાન્ડીઝનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.જેક્લિન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તેણી હંમેશાં તેના ચિત્રો અને વીડિયો શેર કરે છે જે ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. જેક્લીન ફર્નાન્ડીઝ ઘણી વાર યોગ, જિમ વર્કઆઉટ્સ અને પોલ ડાન્સની વિડિઓ શેર કરે છે જેને પણ પસંદ કરવામાં આવે છે.

હવે તે પોલ ડાન્સની પ્રેક્ટિસ કરતાં જોવા મળે  છે.જેકલીન ફર્નાન્ડીઝ આ પ્રસંગે બ્લેક કલરની સ્પોર્ટ્સ બ્રા અને શોર્ટ્સ પહેરીયા છે. વીડિયોમાં જેકલીન ફર્નાન્ડીઝ શાનદાર પરફોર્મન્સ આપતી જોવા મળી રહી છે. તે એક ઇંગ્લિશ ગીત પર ડાન્સ કરી રહી છે . તે ટૂંક સમયમાં કિક 2, ભૂત પોલીસ, બચ્ચન પાંડે અને રામ સેતુ જેવી ફિલ્મમાં  જોવા મળશે.

જેક્લીન ફર્નાન્ડીઝે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘આવનારું વર્ષ મારા માટે ખૂબ જ ધમાકેદાર બની રહ્યું છે. મારી ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. આ સિવાય હું ખૂબ વ્યસ્ત રહેવાની છું.  મારે કામ ચાલુ રાખવું છે.મને એક સેટ પરથી બીજા સેટ પર જવાનું ગમે છે.