Lifestyle/ ચા-કોફીના કપ પર લાગેલાં જીદ્દી ડાઘ શી રીતે હટાવશો? આ 3 ઉપાયો કરવાથી થઇ જશે તદ્દન સાફ!

મોંઘા ભાવના ચા કે કોફીના કપ પર ડાઘા પડી ગયા છે તો, તમે એમને આસાન ઘરગથ્થુ ઉપાયો દ્વારા સ્વચ્છ કરી શકો છો

Trending Tips & Tricks Health & Fitness Lifestyle

Lifestyle: જો તમારા મોંઘા ભાવના ચા કે કોફીના કપ પર ડાઘા પડી ગયા છે તો, તમે એમને આસાન ઘરગથ્થુ ઉપાયો દ્વારા સ્વચ્છ કરી શકો છો. અહિં કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જેને તમે ફૉલો કરી શકો છો.

ચા કે કોફી પીવાનો શોખ લગભગ દરેક વ્યક્તિને હોય જ છે. જો કે ઘણી વાર એવું થાય છે કે, ચા-કોફીના કપ પર જીદ્દી ડાઘા પડી જાય છે અને એ ફક્ત પાણીથી ધોવાથી દૂર થતા નથી. સફેદ અથવા હળવા રંગના કપ પર ચા-કોફીના નિશાન જલદી દેખાવા લાગે છે જેનાથી કપની સુંદરતા બગડી જાય છે.

આવા સંજોગોમાં, એમને ફેંકી દેવાને બદલે તમે ઘરગથ્થુ નુસખાની મદદ લઇને આસાનીથી સાફ કરી શકો છો. આ લેખમાં અમે તમને અમુક ખાસ ટિપ્સ બતાવવા જઇ રહ્યાં છીએ જેમને અપનાવવાથી તમે કપ પર લાગેલા જીદ્દી ડાઘાઓને સરળતાથી સાફ કરી શકો છો.

બેકિંગ સોડાથી સાફ કરો

કપ પરના જીદ્દી ડાઘને તમે બેકિંગ સોડાની મદદ વડે આસાનીથી દૂર કરી શકો છો. આ માટે, એક ચમચી બેકિંગ સોડાને ભીના કપ પર ભભરાવો અને હળવા હાથે સ્ક્રબ કરી લો. જો કપ પર લાગેલા ડાઘા ઘણા જીદ્દી છે તો સૌપ્રથમ, તમે ગરમ પાણીમાં થોડો બેકિંગ સોડા નાખીને એક મિશ્રણ તૈયાર કરો. હવે આ કપને થોડા સમય માટે પલાળી રાખો. 10 મિનિટ પછી કપને પાણી વડે સ્વચ્છ કરી લો. આ રીતે ડાઘ તો દૂર થશે જ ઉપરાંત, કપની દુર્ગંધ પણ દૂર થઇ જશે.

લીંબુ અને મીઠાનો ઉપયોગ કરો

ચા-કોફીના ડાઘ હટાવવા માટે તમે લીંબુ અને મીઠાનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં હાજર રહેલા એસિડ ડાઘ પર અસર કરે છે અને મીઠું સ્ક્રબ જેવું કાર્ય કરે છે. આ માટે એક વાડકામાં લીંબુ અને મીઠું મિક્સ કરો. હવે આ મિશ્રણને ડાઘ ઉપર રેડીને સ્ક્રબ કરો. થોડી મિનિટો બાદ, એને સ્વચ્છ પાણી વડે ધોઇ લો. આ પ્રમાણે, તમે આરામથી કપ પરના ડાઘાઓને દૂર કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ

આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…