Not Set/ સરકાર દ્વારા નવરાત્રી વેકેશનની કરાઈ આ જાહેરાત

અમદાવાદ, સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનની જાહેરાત બાદ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શૈક્ષણિક કેલેન્ડરમાં બદલાવ કરાયો છે. જેના સંદર્ભે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું નવરાત્રીનું વેકેશન રહેશે. 5 થી 18 નવેમ્બર દરમિયાન 14 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ સાથે જ 19 નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થશે. સરકાર દ્વારા બાળકો નવરાત્રીમાં […]

Ahmedabad Trending

અમદાવાદ,

સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનની જાહેરાત બાદ રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શૈક્ષણિક કેલેન્ડરમાં બદલાવ કરાયો છે. જેના સંદર્ભે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન સાત દિવસનું નવરાત્રીનું વેકેશન રહેશે.

5 થી 18 નવેમ્બર દરમિયાન 14 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું છે. આ સાથે જ 19 નવેમ્બરથી નવા સત્રની શરૂઆત થશે. સરકાર દ્વારા બાળકો નવરાત્રીમાં સારી રીતે ગરબા માણી શકે અને પોતાની પરંપરા જાણે તે માટે લેવાયો છે.

શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને આપણા તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.

નવરાત્રી દરમિયાન સ્કૂલોમાં વિદ્યાર્થીની સંખ્યા પણ ઓછી જોવા મળતી હતી. તેથી બાળકોને ગરબામાં સ્કૂલોના સમયમાંથી સ્વતંત્રતા મળી રહી છે.