Not Set/ કાલે જસદણનો જનાદેશ નક્કી કરશે, કોંગ્રેસનું કે પછી કુવરજીનું

અમદાવાદ: દેશના ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો માટે આવતીકાલે રવિવારનો દિવસ કસોટીનો દિવસ બની રહેશે. આવતીકાલે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જનાદેશ જાહેર થવાનો છે. આવતીકાલે રવિવારે આ પરિણામમાં જસદણનો જનાદેશ નક્કી કરશે કે, જસદણની બેઠક કોંગ્રેસની છે કે કુવરજીની. જો કે આ […]

Top Stories Gujarat Rajkot Trending Politics
Jasdan will decide tomorrow, Congress or Kuvarji

અમદાવાદ: દેશના ત્રણ મુખ્ય રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની ચૂંટણીના પરિણામ બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો માટે આવતીકાલે રવિવારનો દિવસ કસોટીનો દિવસ બની રહેશે. આવતીકાલે જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનો જનાદેશ જાહેર થવાનો છે.

આવતીકાલે રવિવારે આ પરિણામમાં જસદણનો જનાદેશ નક્કી કરશે કે, જસદણની બેઠક કોંગ્રેસની છે કે કુવરજીની. જો કે આ ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરી રહ્યાં છે, ત્યારે બધો આધાર જસદણની જનતા પર છે કે તેમની પસંદ કોણ છે?

ગુજરાતની જસદણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 20મી ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. આ પેટા ચૂંટણી અંતર્ગત જસદણમાં 71.27 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. જેમાં 1,65,325 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં શતાયુ મતદારો તથા વૃદ્ધો પણ લાકડીના સહારે મત આપવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા.

આ સંજોગોમાં આવતીકાલે પેટા ચૂંટણી અંતર્ગત મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે અત્યારથી જસદણની ગલીઓમાં ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે કે કોણ જીતશે.

કાલે રવિવારે મતગણતરી

જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત યોજાયેલ મતદાનની પ્રક્રિયા બાદ આવતીકાલે રવિવારે જસદણની મોડલ સ્કૂલ ખાતે સવારે 8 વાગ્યાથી મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના અંતર્ગત 19 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવશે. એક જ સેન્ટરના 14 ટેબલ પર મત ગણતરી કરવામાં આવશે.

સવારે આઠ વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેથી બપોરે 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જાય તેવી સંભાવના છે કે જસદણની જનતા પોતાના પ્રતિનિધિ તરીકે કોને પસંદ કરે છે.

આ મતગણતરીની કામગીરી અંતર્ગત 17 માઈક્રો ઓબ્ઝર્વરને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પેરામિલિટરી ફોર્સની એક ટીમને કંટ્રોલરૂમ પર તહેનાત કરવામાં આવી છે.