World News/ ભારતને ઝટકો : મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પાછો ખેંચતા 100 અબજ ડોલર રોકાણનું ધોવાણ

World News : ભારતીય કંપનીઓએ વધુ ટેકસ ચૂકવવો પડશે. Switzerland સાથે નવેસરથી વાતચીત કરવા ભારત સરકારનો સંકેત. Switzerland એ ભારતને ઝટકો આપ્યો છે. ભારતનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પાછો ખેંચી લીધો છે.

India World Trending

World News : ભારત(India) માટે ઝટકારૂપ પગલા અંતર્ગત Switzerland એ ભારતનું મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજજો પાછો ખેંચી લીધો હતો. જેના કારણે સ્વીસ(Swis) રોકાણ પર અસર થવા ઉપરાંત ટેકસ મામલે મોટો પ્રભાવ પડી શકે છે. આ પગલાથી 1 જાન્યુઆરી 2025 થી Switzerland મારફત થતી કમાણીમાં વધુ ટેકસ ચૂકવવો પડશે. ભારતીય કંપનીઓને Switzerland માંથી  થતી કમાણીમાં 10 ટકા ટેકસ ચુકવવો પડશે.

Switzerland એ ભારતમાં નેસ્લે સંબંધી કેસના પ્રકરણને આગળ ધરીને ભારત વિરૂધ્ધ આ નિર્ણય લીધો હતો. સુપ્રીમ કોર્ટે(SC) નેસ્લે જેવી સ્વીસ કંપનીઓના કેસમાં ડિવિડન્ડ પર વધુ ટેકસનો આદેશ કર્યો હતો. અદાલતે ચુકાદામાં એમ કહ્યું હતું કે આર્થિક સહયોગ અને વિકાસ સંગઠનમાં સામેલ થતા પૂર્વે ભારત સરકારે(India Government) કોઇ દેશ સાથે ટેકસ સમજુતી કરી હોય તો પણ મોસ્ટ ફેવર્ડ નેશનની જોગવાઇ આપોઆપ લાગુ થતી નથી. ભારતે કોલંબીયા(Columbia) તથા લિથુઆનિયા(Lithuaniya) સાથે ટેકસ સમજુતી કરી હતી.

નિષ્ણાંતોના કહેવા પ્રમાણે સ્વીસ સરકારના કદમથી ભારત(India)માં Switzerland ના રોકાણને અસર થશે. ઉપરાંત ભારતીય કંપનીઓ(Indian Companies)એ વધુ ટેકસ ચુકવવો પડશે. યુરોપીયન ફ્રી ટ્રેડ એસોસીએશન(UFTA) અંતર્ગત 15 વર્ષમાં 100 અબજ ડોલરના રોકાણની પ્રતિબધ્ધતા જાહેર થઇ હતી. આ રોકાણને હવે મોટો ફટકો પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભારત સરકારે વિકિપીડિયાને પાઠવી નોટિસ, ‘મધ્યસ્થીને બદલે પ્રકાશક કેમ ન ગણવું જોઈએ’

આ પણ વાંચો: ભારતની ઐતિહાસિક સિદ્ધિ, અબકી બાર 700 અબજ ડોલરને પાર વિદેશી મુદ્રા ભંડાર

આ પણ વાંચો: મરવું પણ આસાન બની ગયું! 2 મિનિટમાં બેભાન, 5 મિનિટમાં મૃત્યુ; સ્વિટ્ઝર્લૅન્ડ સુસાઇડ કૅપ્સ્યુલ શું છે?