Tharad News/ થરાદ નર્મદા કેનાલમાં કરૂણ ઘટના: જમાઈને બચાવવા કૂદેલા સસરા-સાળાના 18 કલાક બાદ મળ્યા મૃતદેહ

થરાદની નર્મદા મુખ્ય કેનાલ (Narmada Canal Accident)માં જમાઈને બચાવવા કૂદેલા સસરા અને સાળાનું મોત થયું છે. પત્ની સાથેના ઝઘડા બાદ જમાઈ કેનાલમાં પડ્યો હતો, જેને બચાવવા ગયેલા બંનેના મૃતદેહ 18 કલાક બાદ મળ્યા.

Top Stories Gujarat Others Breaking News
Narmada Canal Accident: જમાઈ બચી ગયો, બચાવવા ગયેલા સસરા-સાળાનું મોત

Tharad News: બનાસકાંઠાના થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ (Narmada Canal Accident)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ એક યુવક ગુસ્સામાં કેનાલમાં કૂદી પડ્યો હતો. તેને બચાવવા માટે પાછળથી કૂદેલા તેના સસરા અને સાળાનું પાણીના તેજ પ્રવાહમાં ડૂબી જવાથી મોત થયું હતું. ફાયર વિભાગની ટીમે લગભગ 18 કલાક સુધી ભારે શોધખોળ કર્યા બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

પતિ-પત્નીના ઝઘડા બાદ જમાઈએ ભર્યું પગલું

મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનનો પરિવાર રોજગારી માટે એક મહિના અગાઉ થરાદના જમડા ગામે ખેત મજૂરી કરવા આવ્યો હતો. પરિવારમાં પિતા, ત્રણ પુત્રો અને એક પુત્રીનો સમાવેશ થાય છે. દીકરીના લગ્ન રાજસ્થાનમાં થયા હતા અને તેને એક નાની દીકરી પણ છે. 2 ઓગસ્ટની સાંજે દીકરીને તેડવા માટે તેનો પતિ જમડા ગામે આવ્યો હતો. આ દરમિયાન પતિ-પત્ની વચ્ચે કોઈ કારણસર બોલાચાલી થઈ હતી. બાદમાં ગુસ્સામાં આવીને યુવક ઘર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ તરફ દોડી ગયો હતો અને પાણીમાં કૂદી પડ્યો હતો.

Narmada Canal Accident: જમાઈને બચાવવા સસરા અને સાળાએ લગાવી છલાંગ

જમાઈને કેનાલ (Narmada Canal Accident)માં પડતો જોઈને સસરા નીલાભાઈ ઠાકોર અને તેમનો પુત્ર ઈશ્વરભાઈ તેને બચાવવા માટે તરત જ કેનાલમાં કૂદી પડ્યા હતા.પરંતુ તેમને ખબર નહોતી કે જમાઈને તરતા આવડતું હતું. કેનાલમાં પડ્યા બાદ જમાઈ પોતે તરીને બહાર આવી ગયો હતો, જ્યારે તેને બચાવવા ગયેલા સસરા અને સાળા પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા.

18 કલાક સુધી ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન

ઘટનાની જાણ થતાં થરાદ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડ અને ફાયરમેન ધનજીભાઈ સહિતની ટીમે મોડી રાત સુધી કેનાલ (Narmada Canal Accident)માં શોધખોળ હાથ ધરી હતી.પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે પ્રથમ દિવસે બંનેનો કોઈ પત્તો મળ્યો નહોતો. ત્યારબાદ વહેલી સવારથી ફરી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.આખરે લગભગ 18 કલાકની મહેનત બાદ બંનેના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતકોના નામ

નીલાભાઈ ઠાકોર (ઉંમર 38 વર્ષ)

ઈશ્વર નીલાભાઈ (ઉંમર 22 વર્ષ)

બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ફાયર વિભાગનું નિવેદન

ફાયરમેન ધનજીભાઈએ જણાવ્યું હતું કે, નર્મદા કેનાલ (Narmada Canal Accident)માં બે લોકો ડૂબ્યાનો કોલ મળતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મોડી રાત સુધી અને ત્યારબાદ વહેલી સવારથી સતત શોધખોળ કરવામાં આવી હતી. લાંબા રેસ્ક્યૂ ઓપરેશન બાદ બંને મૃતદેહ મળી આવ્યા હતા.

જમાઈનો સંપર્ક નથી

કેનાલમાંથી સુરક્ષિત બહાર નીકળેલો જમાઈ હાલમાં પોતાના કોઈ સગા-સંબંધીઓના સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે હાલ તેનો સીધો સંપર્ક થઈ શક્યો નથી.પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

અગાઉ પણ કેનાલમાંથી મૃતદેહ મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાક દરમિયાન આ જ નર્મદા કેનાલમાંથી અન્ય બે લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા, જેના કારણે કેનાલ (Narmada Canal Accident)માં સુરક્ષાને લઈને પણ ચિંતા વધી છે.


આ પણ વાંચો:થરાદમાં નર્મદા કેનાલમાંથી એક જ દિવસમાં ત્રણ લાશ મળતા ચકચાર

આ પણ વાંચો:થરાદના જામદા પુલ પાસે નર્મદા કેનાલમાં ચાર લોકોએ કર્યો આત્મહત્યાના પ્રયાસની શંકા

આ પણ વાંચો:નર્મદા કેનાલનો પુલ ફરી તૂટ્યો, એક વર્ષમાં બીજીવાર પ્રોટેક્શન વોલ ધરાશાયી