Not Set/ ભાવનગરમાં વાવાઝોડાએ બે લોકોના જીવ લીધા, પિતા – પુત્રીનું મોત

ભાવનગરમાં વાવાઝોડાએ મોટી જાનહાનિ સર્જી છે. પાલીતાણાના નવા ગામના બડેલીમાં મકાનનો કેટલોક હિસ્સો પડી જતાં પિતા અને પુત્રીના મોત નિપજયાના અહેવાલો પણ સામે આવ્યા છે.     રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે વીજળીના કડાકાની સાથે જોરદાર પવન ફુંકાતા મકાનનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડ્યો હતો. જેના કારણે પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં […]

Gujarat

ભાવનગરમાં વાવાઝોડાએ મોટી જાનહાનિ સર્જી છે. પાલીતાણાના નવા ગામના બડેલીમાં મકાનનો કેટલોક હિસ્સો પડી જતાં પિતા અને પુત્રીના મોત નિપજયાના અહેવાલો પણ સામે આવ્યા છે.

 

 

રાત્રિના સમયગાળા દરમિયાન જ્યારે વીજળીના કડાકાની સાથે જોરદાર પવન ફુંકાતા મકાનનો કેટલોક હિસ્સો એકાએક તૂટી પડ્યો હતો. જેના કારણે પિતા અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નિપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ ગઇ હતી. આસપાસના લોકોએ ફાયરવિભાગ અને પોલીસને ફોન કરતાં ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પિતા પુત્રીની લાશને મલબા માંથી બહાર કાઢી લેવાઈ હતી પોલીસે સમગ્ર વિસ્તારના ભયભીત બની ગયેલા લોકોને હિંમત આપવાની કોશિશ કરી હતી.