Vadodara News : વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી (Manjalpur By Election Result 2026)માં ભાજપે મજબૂત લીડ સાથે જીત તરફ આગળ વધતી દેખાઈ રહી છે. 14મા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલ 22,509 મતની જંગી સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. આ દરમિયાન ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને જીત નિશ્ચિત માનતા મહિલા કાર્યકરોએ ગરબા રમી ઉજવણી શરૂ કરી હતી. અંતે પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર 30,499ની લીડથી જીત્યા છે. તો કોંગ્રેસના ઉમેદવારને 24,585 મત મળ્યા છે.

30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર 37.05 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જોકે મતગણતરીના પ્રારંભથી જ ભાજપે સતત લીડ જાળવી રાખી છે. કુલ 19 રાઉન્ડમાં મતગણતરી થવાની છે અને અત્યાર સુધીના ટ્રેન્ડ ભાજપ માટે અનુકૂળ રહ્યા છે.
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી (Manjalpur By Election Result 2026)માં 14મા રાઉન્ડ બાદની સ્થિતિ

14મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતિષ પટેલ (Satish Patel)ને 40,510 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 18,001 મત મળ્યા છે. નોટાને 1,650 મત મળ્યા છે. આ સાથે ભાજપ 22,509 મતથી આગળ છે.
સતિષ પટેલનું નિવેદન

ભાજપ (BJP)ના ઉમેદવાર સતિષ પટેલે (Satish Patel)મતદારોનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, “માંજલપુરની જનતાએ જેમ યોગેશ કાકાને સહકાર આપ્યો હતો, એ જ રીતે મને પણ આશીર્વાદ આપ્યા છે. હું આ વિશ્વાસ પર ખરો ઉતરીશ અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્ય કરીશ.”
ભાજપમાં ઉજવણીનો માહોલ
મતગણતરી દરમિયાન જ ભાજપના કાર્યકરો જીત અંગે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા હતા. મહિલા કાર્યકરોએ ગરબા રમીને ઉજવણી કરી, જ્યારે મોટી સંખ્યામાં કાર્યકરો વિજય રેલીની રાહ જોતા જોવા મળ્યા.
વડોદરા મહાનગરપાલિકાના મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું કે, કાર્યકરોની મહેનત અને બૂથ સ્તરે થયેલા સંગઠિત પ્રયાસોના કારણે ભાજપને આ લીડ મળી રહી છે. બીજી તરફ શહેર મહામંત્રી લકુલેશ ત્રિવેદીએ પણ મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મતગણતરી કેવી રીતે ચાલી રહી છે?
મતગણતરી કેન્દ્ર ખાતે કુલ 14 ઈવીએમ ટેબલ અને એક પોસ્ટલ બેલેટ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. 260 મતદાન મથકોના મતોની ગણતરી કુલ 19 રાઉન્ડમાં પૂર્ણ થવાની છે. સવારે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ થયા બાદ ઈવીએમના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી.
અત્યાર સુધીના મુખ્ય ટ્રેન્ડ
- 14મા રાઉન્ડે ભાજપ 22,509 મતથી આગળ
- 11મા રાઉન્ડે લીડ 17,198 મત
- 9મા રાઉન્ડે લીડ 13,591 મત
- 7મા રાઉન્ડે લીડ 12,401 મત
- પ્રથમ રાઉન્ડથી જ ભાજપ સતત આગળ
-
17માં રાઉન્ડ બાદ ભાજપનો દબદબો યથાવત
17માં રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર સતિષ પટેલને 49,631 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ભીખા રબારીને 21,183 મત મળ્યા છે. NOTAને 1,998 મત મળ્યા છે. હાલ સતિષ પટેલ 27,448 મતોથી આગળ ચાલી રહ્યા છે.
