Vadodara News/ ભાજપે માંજલપુર પેટાચૂંટણી માટે સતીષ પટેલને ઉમેદવાર જાહેર કર્યા, 30 જુલાઈએ મતદાન

આ પેટાચૂંટણી (By Election)વડોદરાના રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે

Gujarat Vadodara Breaking News
વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી (By Election)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સતીષ ગોવિંદભાઈ પટેલને (Satish Patel)પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે

Vadodara News : વડોદરા (Vadodara)ની માંજલપુર વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણી (By Election)માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ સતીષ ગોવિંદભાઈ પટેલને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડતાં ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી છે.

સતીષ પટેલ વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે લાંબા સમયથી સક્રિય રહ્યા છે. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા છે. સ્થાનિક રાજકારણમાં તેમના અનુભવ અને સંગઠન સાથેના જોડાણને ધ્યાનમાં રાખીને ભાજપે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

માંજલપુર બેઠક (Manjalpur Assembly Seat)પર મતદાન 30 જુલાઈના રોજ યોજાશે, જ્યારે મતગણતરી ચૂંટણી પંચના નિર્ધારિત કાર્યક્રમ મુજબ હાથ ધરાશે. ઉમેદવારી જાહેર થતાં જ વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોએ પ્રચારની તૈયારીઓ તેજ કરી દીધી છે.

આ પેટાચૂંટણી વડોદરાના રાજકીય સમીકરણો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તમામ પક્ષોની નજર હવે પ્રચાર અભિયાન અને મતદારોના મૂડ પર રહેશે.


આ પણ વાંચો :  માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી, અનેક દાવેદારો મેદાનમાં

આ પણ વાંચો :  ગુજરાતમાં માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર: 30 જુલાઈએ મતદાન, 3 ઓગસ્ટે પરિણામ

આ પણ વાંચો :  ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર વિજયી