Umreth byelection/ ગુજરાતમાં ઉમરેઠ પેટાચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર વિજયી

ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષદ ગોવિદંભાઈ પરમાર દસમા રાઉન્ડના અંતે દસ હજાર કરતાં વધુ મતની સરસાઈથી આગળ ચાલી રહ્યા છે.

Top Stories Gujarat Others Breaking News

Umreth News: તાજેતરમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ. તેના પૂર્વે ગુજરાત વિધાનસભામાં ઉમરેઠની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ ગઈ હતી. આ બેઠક ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધનના કારણે ખાલી થઈ હતી. તેના પગલે આ પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં ભાજપે ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી હતી. હર્ષદ પરમારે કોંગ્રેસના ઉમેદવાર ભૃગરાજસિંહ ચૌહાણ સામે 30,500 મતથી વિજય મેળવ્યો છે. આમ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારે આ ચૂંટણી જીતી લીધી છે. તેમને પિતાના મૃત્યુના લીધે લોકલાગણીનો ફાયદો મળ્યો છે.

ઉમરેઠ બેઠકની વાત કરવામાં આવે તો કુલ મતદારોના 54 ટકા મતદારો ઠાકોર-ક્ષત્રિય સમાજમાંથી આવે છે. મૃતક ધારાસભ્ય ગોવિંદભાઈ પણ ક્ષત્રિય ઠાકોર સમાજના હતા. ભાજપે તેમના પુત્ર હર્ષદભાઈ ગોવિંદભાઈ પરમાર પર ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણ પણ બહોળો રાજકીય અનુભવ ધરાવે છે. તેઓ 15 વર્ષ સુધી ઉમરેઠ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. આના પગલે ચૂંટણીજંગ રોમાંચક બન્યો હતો. જો કે કોંગ્રેસના અનુભવી ઉમેદવાર પર ભાજપની સંગઠન શક્તિ ભારે પડી હતી. તેના કારણે કોંગ્રેસે આ બેઠક પર પરાજીત થઈ છે.


આ પણ વાંચો: ઉમરેઠ પેટાચૂંટણીમાં મતદાન પૂર્ણ, સાંજે 5 વાગ્યા સુધીમાં 54.43% ટકા મતદાન નોંધાયું

આ પણ વાંચો: ઉમરેઠની પેટાચૂંટણીમા ધારાસભ્યના પુત્ર અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન વચ્ચે જંગ

આ પણ વાંચો: ઉમરેઠ પેટાચૂંટણી: કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણના નામ પર મોહર!