World News/ કૈલાસ માનસરોવર યાત્રા માર્ગમાં ‘લિપુલેખ પાસ’ શું છે? આ અંગે નેપાળ કેમ કરી રહ્યું છે વિવાદ?!!

આ કોઈ પ્રથમ વાર નથી કે જ્યારે નેપાળે લિપુલેખ માર્ગ પર આપત્તિ દર્શાવી હોય! કૈલાસ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) હિન્દુ અને બૌદ્ધ ધર્મના…

Trending World
Nepal objections Kailash Mansarovar Yatra, ભારત-નેપાળ, હિન્દુ-બૌદ્ધ, લિપુલેખ ઘાટ, ચીન

World News: નેપાળ સરકારે 3 મે 2026ના ભારત અને ચીનને એક ડિપ્લોમેટિક નોટ પાઠવીને ‘લિપુલેખ પાસ’ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા (Kailash Mansarovar Yatra) શરુ કરવા અંગે મોટો વાંધો દર્શાવ્યો છે. નેપાળનું કહેવું છે કે, આ ક્ષેત્ર એની સંપ્રભુતાનું ક્ષેત્ર છે. વર્ષ 1816 ની સુગૌલી સંધિ અનુસાર, લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની એના ભાગ છે. નેપાળનું કહેવું છે કે, એની સંમતિ વિના આ માર્ગનો ઉપયોગ ન થવો જોઇએ.

નેપાળના વિદેશ મંત્રાલયે (Foreign Ministry of Nepal) એક બયાન જારી કરીને કહ્યું છે કે, ભારત અને ચીને યાત્રાનો માર્ગ નિશ્ચિત કરતી વખતે નેપાળ સાથે કોઈ વિચાર-વિમર્શ કર્યો નહતો. નેપાળનો દાવો છે કે, મહાકાલી નદી (Mahakali River)ના પૂર્વમાં સ્થિત આ આખોય વિસ્તાર એનો છે. નેપાળ સરકારે બંને દેશોને લેખિત સ્વરુપે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. નેપાળના નવા વડાપ્રધાન બાલેન શાહ (Nepal PM) દ્વારા એમના કાર્યકાળના પ્રારંભે જ આ મુદ્દો એક કપરી પરીક્ષા સમાન બની ગયો છે!

Nepal objections Kailash Mansarovar Yatra, ભારત-નેપાળ, હિન્દુ-બૌદ્ધ, લિપુલેખ ઘાટ, ચીન

કૈલાસ માનસરોવર યાત્રાનું મહત્વ (Importance of Kailash Mansarovar Yatra)

કૈલાસ માનસરોવર યાત્રા હિન્દુ અને બૌદ્ધ ધર્મ (Hindu & Bauddha Religion)ના અનુયાયીઓની પવિત્ર યાત્રા છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માનસરોવર અને કૈલાસ પર્વતની યાત્રા કરે છે. વર્ષ 2026માં જૂનથી ઓગષ્ટ સુધી આ યાત્રા બે માર્ગીય રહેશે…નાથૂલા (સિક્કિમ) અને લિપુલેખ ઘાટ (Lipulekh Pass, ઉત્તરાખંડ)…લિપુલેખ માર્ગ સૌથી નાનો અને પારંપરિક માર્ગ છે.

લિપુલેખ પાસનું ઐતિહાસિક પ્રમાણ

લિપુલેખ ઘાટ હિમાલય (Himalaya)માં સ્થિત એક ઉચ્ચ ઘાટ છે જે ભારત (ઉત્તરાખંડ), નેપાળ અને ચીન (તિબેટ)ના ટ્રાઈજંકશન (Trijunction of Nepal, China & India) પર સ્થિત છે. વર્ષ 1816ની સુગૌલી સંધિમાં મહાકાલી નદીને નેપાળની પશ્ચિમી બોર્ડર માનવામાં આવી હતી પરંતુ, આ નદીના ઉદગમસ્થાન વિશે મતભેદ છે. નેપાળ કહે છે કે નદી લિમ્પિયાધુરાથી નીકળે છે જ્યારે ભારતનો એવો દાવો છે કે એ લિપુલેખ પાસેથી નીકળે છે.

Nepal objections Kailash Mansarovar Yatra, ભારત-નેપાળ, હિન્દુ-બૌદ્ધ, લિપુલેખ ઘાટ, ચીન

ભારત પાસે તો મજબૂત ઐતિહાસિક સબૂત છે. લિપુલેખ પાસ વર્ષ 1954 થી જ કૈલાસ માનસરોવર યાત્રાનો પારંપરિક માર્ગ રહેલો છે. બ્રિટિશ કાળથી આ ક્ષેત્ર ભારતીય પ્રશાસનને આધીન રહેલું છે. વર્ષ 1962 ના ભારત-ચીન યુદ્ધ (India-China War) પછી ભારતમાં અહિં પોતાની હાજરી મજબૂત બનાવી. ભારતનું કહેવું છે કે, નેપાળના દાવા ઐતિહાસિક તથ્યો અને પ્રમાણો પર આધારિત છે જ નહિં!

અગાઉ પણ નેપાળે વાંધા ઉઠાવેલા છે

આ કોઈ પ્રથમ વાર નથી કે જ્યારે નેપાળે લિપુલેખ માર્ગ પર આપત્તિ દર્શાવી હોય! વર્ષ 1015માં ભારત અને ચીન દ્વારા લિપુલેખને વેપારનો માર્ગ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારે પણ નેપાળે વિરોધ કર્યો હતો. આ પછી વર્ષ 2020 માં પણ નેપાળે પોતાનું રાજનૈતિક માનચિત્ર જાહેર કર્યુ એમાં કાલાપામી, લિપુલેખ અને લિમ્પિયાધુરાને પોતાનું જ ક્ષેત્ર દર્શાવ્યું હતું! આ મેપથી ભારત-નેપાળ સંબંધોમાં તણાવ વધ્યો હતો.

નેપાળે આ અગાઉ પણ સડક નિર્માણ, વેપાર અને યાત્રા સંબંધી પ્રવૃત્તિઓ અંગે પણ પોતાનો વાંધો દર્શાવ્યો હતો. ભારત આ તમામ દાવાઓને ફગાવતું રહ્યું છે. એનું કહેવું છે કે, લિપુલેખ માર્ગ દશકોથી ઉપયોગમાં લેવાતો રહ્યો છે અને એમાં કોઇએ વાંધો ઉઠાવેલો નથી!

Nepal objections Kailash Mansarovar Yatra, ભારત-નેપાળ, હિન્દુ-બૌદ્ધ, લિપુલેખ ઘાટ, ચીન

ભારતની પ્રતિક્રિયા શું છે?

ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવી દીધું છે કે, લિપુલેખ પાસ એ કૈલાસ માનસરોવર યાત્રાનો પ્રાચીન માર્ગ છે અને આ કોઈ નવી બાબત નથી. ભારતે નેપાળના દાવાને ‘અનુચિત અને તથ્યો પર આધારિત નહીં’ હોવાનું જણાવ્યું છે. ભારત-નેપાળના સંબંધોને મજબૂત દર્શાવતા બંને દેશોએ કહ્યું છે કે, સીમા વિવાદનો દ્વિપક્ષીય વાતચીત દ્વારા ઉકેલ લાવવામાં આવશે.

આ વિવાદ ભારત-નેપાળ મૈત્રી (India-Nepal Friendship)ને પણ પ્રભાવિત કરી શકે છે. બંને દેશો સાંસ્કૃતિક, ધાર્મિક અને આર્થિક રીતે નિકટ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે, નેપાળ અમુક રાજનૈતિક દબાણવશ થઇને આવા મુદ્દાઓ ઉઠાવે છે. પરંતુ ભારત હંમેશાં શાંતિપૂર્ણ સમાધાન પર જ ભાર મૂકતું આવ્યું છે.


આ પણ વાંચો: નેપાળનો કૈલાસ માનસરોવર યાત્રામા અવરોધઃ લિપુલેખને પોતાનો હિસ્સો ગણાવ્યો

આ પણ વાંચો: નેપાળમાં Gen-Z આંદોલન, નેપાળમાં બીજા દિવસે તણાવ, અનેક વિસ્તારોમાં કર્ફ્યૂ લાદવામાં આવ્યો

આ પણ વાંચો: ભારત-નેપાળ સરહદ વાટાઘાટો આજથી શરૂ, જે “જનરેશન-જી” આંદોલન બાદ પહેલીવાર સામ-સામે બેઠક