Bhavnagar News/ સિહોરમાં ગોળીની ગતિએ આવતી કારે મહિલા સહિત 6ને લીધા અડફેટે, CCTV વાયરલ

Bhavnagarના સિહોરમાં કે.ડી. રાઠોડ દવાખાના પાસે પૂરપાટ ઝડપે આવતી કારે મોટરસાયકલને ટક્કર મારી ૬ લોકોને ઈજાગ્રસ્ત કર્યા છે. પોલીસે કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે.

Gujarat Top Stories Others
Bhavnagar Sihor Accident News

Bhavnagar Sihor Accident News: ભાવનગરના સિહોરમાં રવિવારે બપોરે એક કાળજું કંપાવનારો અકસ્માત સર્જાયો હતો. શહેરના કે.ડી. રાઠોડ દવાખાના પાસે ‘ગોળી’ની ગતિએ આવતી એક કારે રસ્તા પર જઈ રહેલા બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી હવામાં ફંગોળ્યું હતું. આ અકસ્માતમાં મહિલા સહિત કુલ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા છે.

Bhavnagar : પિતરાઈ ભાઈને તેડવા જવું ભારે પડ્યું

ઘટનાની વિગત મુજબ, સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય વિશાલ ગોહિલ ભાવનગરથી કામ પતાવીને સિહોર પહોંચ્યા હતા. તેમને લેવા માટે તેમનો પિતરાઈ ભાઈ રાહુલ બાઈક લઈને આવ્યો હતો. બપોરે દોઢ વાગ્યાની આસપાસ જ્યારે બંને ભાઈઓ ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે ડો. કે.ડી. રાઠોડના દવાખાના સામે પાછળથી આવતી સિલ્વર કલરની ઓરા કારના ચાલકે પૂરપાટ ઝડપે તેમને અડફેટે લીધા હતા.

Bhavnagar Sihor Accident News

અકસ્માત એટલો જોરદાર કે 6 લોકો હવામાં ઉછળ્યા

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે કારની સ્પીડ એટલી વધારે હતી કે બાઈક પર સવાર વિશાલ અને રાહુલ તેમજ રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય લોકો પણ તેની ઝપેટમાં આવી ગયા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા તમામ 6 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

આ અકસ્માત સર્જનાર કાર ચાલક સિહોરનો જ રહેવાસી જાહિદભાઈ હુસેનભાઈ સોરઠીયા હોવાનું સામે આવ્યું છે. વિશાલભાઈની ફરિયાદના આધારે સિહોર પોલીસે આરોપી વિરુદ્ધ BNS એક્ટની કલમ 281, 125(a), 125(b) તેમજ મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો : ભાવનગરમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખ, માતા પર હુમલાનો આક્ષેપ

આ પણ વાંચો :  ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું

આ પણ વાંચો :  ભાવનગરમાં લાંચ કેસમાં ફાયર ઓફિસર સહિત બે ઝડપાયા