બોલિવૂડમાં ઘણા સંબંધો જોવા મળે છે, પરંતુ કેટલાક સંબંધો એવા હોય છે જે લગ્ન પછી બને છે. અને આવો જ એક સબંધ છે નંદ-ભાભીનો. જી હા, બોલિવૂડની ઘણી જાણીતી અને સુંદર અભિનેત્રીઓ આ સબંધને સારી રીતે નિભાવી રહી છે, અને અન્ય લોકો માટે પણ એક ઉદાહરણ છે.
ઐશ્વર્યા રાય બચ્ચન અને શ્વેતા નંદા

બચ્ચન પરિવારની આ બે સુંદર મહિલાઓ ઘણીવાર સાથે જોવા મળે છે અને બંનેનો એકબીજા સાથે સારો સંબંધ છે. ઘણી વાર શ્વેતા નંદાને ઐશ્વર્યા રાયના પેરેન્ટીંગ અને કુટુંબનું વાતાવરણ શ્રેષ્ઠ રીતે જાળવવા બદલ વખાણ કરતી જોવા મળે છે. તો એશ પણ હંમેશા પોતાની નણંદ અને ભાણી-ભાણીયાને દરેક પ્રસંગે સાચવે છે. આમ બચ્ચન પરિવારની વહુ-દિકરી અન્ય લોકો માટે ઉદાહરણ છે.
કરીના કપૂર -સોહા અલી ખાન

આ બંને સુંદર અભિનેત્રીઓ સંબંધમાં નણંદ-ભાભી છે અને સૈફ અલી ખાન તેમની વચ્ચેની કડી છે. કરીના કપૂર અને સોહા બંને એકબીજાને મક્કમ પણે ટેકો આપે છે અને ઘણીવાર પાર્ટીઓ, હોલીડે અને મહેફીલોમાં સાથે જોવા મળે છે.
સોનાક્ષી સિંહા અને તરુણા અગ્રવાલ

સોનાક્ષી સિંહાના મોટા ભાઈ કુશ સિંહાએ વર્ષ 2015માં તરુણા અગ્રવાલ સાથે સાત ફેરા લીધા હતા. ત્યારથી તરુણા અને સોનાક્ષી વચ્ચે બહેન જેવો સંબંધ જોવા મળે છે. કહેવાય છે કે સોનાક્ષી તેની ભાભીને પ્રેમથી તરુ તરુ કહીને બોલાવે છે.
રાની મુખર્જી અને જ્યોતિ મુખર્જી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાની મુખર્જીના ભાઈ રાજાએ ક્યારેય પોતાના પરિવારની જવાબદારી ગંભીરતાથી લીધી નથી. આ કારણે રાની જ્યોતિની મજબૂત નણંદ બની, જે દરેક મુશ્કેલીમાંથી બહાર આવવામાં ઉપયોગી છે અને તેનો સૌથી મોટો સહારો પણ છે.
નીતુ કપૂર અને રીમા જૈન

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા ઋષિ કપૂરની પત્ની નીતુ કપૂર અને તેની નણંદ રીમા જૈન વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ છે. નીતુ પ્રેમથી રીમાને ભોક્સ કહે છે. બંને ઘણીવાર પાર્ટીઓ, શોપિંગ, ગોસિપ કરતા પણ જોવા મળે છે.
