Not Set/ રાફેલ ડીલ ધમાસાણ : કોંગ્રેસ HALને લઈ મગરના આંસુ વરસાવી રહી છે : રક્ષામંત્રી

નવી દિલ્હી, મોદી સરકારના શાસનકાળ દરમિયાન ફ્રાંસની સરકાર સાથે કરાયેલી ફાઈટર પ્લેન રાફેલની ડીલને લઈ દેશના રાજકારણમાં ભૂચાલ આવી ગયો છે. સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપોના મારા વચ્ચે હવે આ મુદ્દે લોકસભામાં પણ હંગામો જોવા મળી રહ્યું છે. Defence Minister during debate on Rafale jet deal in Lok Sabha: […]

Top Stories India Trending

નવી દિલ્હી,

મોદી સરકારના શાસનકાળ દરમિયાન ફ્રાંસની સરકાર સાથે કરાયેલી ફાઈટર પ્લેન રાફેલની ડીલને લઈ દેશના રાજકારણમાં ભૂચાલ આવી ગયો છે. સત્તા પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા આરોપોના મારા વચ્ચે હવે આ મુદ્દે લોકસભામાં પણ હંગામો જોવા મળી રહ્યું છે.

સંસદના શિયાળુ સત્રના ૧૫માં દિવસે વિવાદિત રાફેલ ડીલ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે, જેમાં સરકાર તરફથી જવાબ આપતા રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “આપણા દેશને પાડોશી દેશોથી ખતરો છે જેથીં પોતાની બોર્ડરને સુરક્ષિત રાખવા માટે સેનાને મજબૂતી આપવાની જરૂરત છે”.

કોંગ્રેસ પર પ્રહાર કરતા તેઓએ કહ્યું, “પહેલું રાફેલ ફાઈટર પ્લેન ચાલુ વર્ષે એટલે કે આં ડીલના ત્રણ વર્ષમાં જ આવી જશે. પરંતુ કોંગ્રેસ પાર્ટી પોતાના શાસનકાળ દરમિયાન આ કામ કરી શકી નથી”.

તેઓએ ઉમેર્યું, “સંસદમાં હસવું કે મજાક કરવી એ યોગ્ય છે, પરંતુ દરેક AA પછી એક RV અને Q પણ છે. RV (રોબર્ટ વાડ્રા) એ પ્રધાનમંત્રીના નહિ પણ દેશના જમાઈ છે.

રક્ષામંત્રીએ કહ્યું, “UPAના સમયમાં ૧૦ વર્ષ સુધી આ ડીલની પ્રક્રિયા પૂરી કરી શકી ન હતી, જે અમે ૩ મહિનામાં કરીને બતાવ્યું છે”.

“રક્ષા ડીલ અને દેશની રક્ષા માટે કરાતા કરારમાં તફાવત હોય છે. કોંગ્રેસ દ્વારા એક પણ ડીલ કરવામાં આવી નથી. અમે આં રક્ષા માટેની ડીલ દેશની સુરક્ષાને માટે જરૂરતને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે”.

તેઓએ વધુમાં કહ્યું, “કોંગ્રેસ દેશને ગુમરાહ અને ખોટું બોલીને હંગામો કરી રહી છે, પરંતુ જો રાફેલ અંગે રાહુલ ગાંધીને કોઈની સાથે કોઈ વાત થઇ છે તો તેઓ ગૃહમાં તેની પૃષ્ટિ કરી શકે છે”.

“UPAની ૧૮ વિમાનોની સંખ્યા વધારીને અમે ૩૬ કરી છે, જયારે કોંગ્રેસ દેશને ખોટું જણાવી રહી છે કે, મોદીજી એ વિમાનોની સંખ્યા ઘટાડી દીધી છે”.

“કોંગ્રેસ પાર્ટી HALને લઇ ખોટા મગરના આંસુ વહાવી રહી છે પરંતુ અમે HALને ૧ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા છે. UPAમાં HALની ક્ષમતા ૮  એરક્રાફ્ટની હતી જે અમે વધારીને ૧૬ કરી છે”.

બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર સરકાર કોર્ટના નિર્ણયના આધાર પર ક્લીનચિટ લેવા માંગે છે પરંતુ અમારા દ્વારા પહેલા જ નકારવામાં આવ્યું છે કે આ મુદ્દે નિર્ણય સંસદમાં જ થશે”.

તેઓએ વધુમાં કહ્યું, “રાફેલ વિમાનની કિંમત શાકના ડાયરામાં છે. સરકાર શરૂઆતથી જ કિંમત છુપાવી રહી છે અને આ માટે ડીલનો હવાલો આપી રહી છે”.