Not Set/ PHOTOS : ચક્રવાતી તૂફાન “તિતલી” એ મચાવેલી તબાહીની તસ્વીરો જોઈ થઇ જશો ચકિત

ભુવનેશ્વર, ચક્રવાતી તૂફાન “તિતલી” ઉત્તરી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના તટીય વિસ્તારો પર પહોચ્યા બાદ હવે તે બંગાળ તરફ આગળ વધી રહ્યું છે. જો કે આ પહેલા ઓરિસ્સાના ગોપાલપુરમાં દરિયાઈ તૂફાનની ચપેટમાં આવેલા માછીમારોની બોટ ડૂબી ચુકી છે, જો કે તેઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. #WATCH:Trees uprooted, property damaged in Andhra Pradesh's Srikakulam due to […]

India Trending

ભુવનેશ્વર,

ચક્રવાતી તૂફાન તિતલી ઉત્તરી આંધ્ર પ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના તટીય વિસ્તારો પર પહોચ્યા બાદ હવે તે બંગાળ તરફ આગળ વધી રહ્યું છે.

જો કે આ પહેલા ઓરિસ્સાના ગોપાલપુરમાં દરિયાઈ તૂફાનની ચપેટમાં આવેલા માછીમારોની બોટ ડૂબી ચુકી છે, જો કે તેઓને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે.

બીજી બાજુ આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં તૂફાનના કારણે અત્યારસુધીમાં ૮ લોકોના મોત થઇ ચુક્યા છે તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં પણ ભારે નુકશાન પહોચાડ્યું છે.

આ ઉપરાંત તિતલી તુફાનના કારણે શ્રીકાકુલમ જિલ્લાના પલાસા રેલ્વે સ્ટેશન પર ભારે નુકશાન પહોચાડ્યું છે.

હાલમાં ચક્રવાતી તૂફાન “તિતલી”ની હવાઓ ૧૪૦ થી ૧૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પહોંચી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આ તૂફાનની ગતિ ૧૬૫ કિમી પ્રતિ કલાકની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

https://twitter.com/DathuRulz/status/1050343565488877568