Entertainment News: હોળીના તમામ ગીતોમાં એક ગીત વર્ષો પછી પણ સદાબહાર છે અને એ છે, “રંગ બરસે…ભીગે ચુનરવાલી….રંગ બરસે..!” (Rang Barse)… આજે 4 માર્ચના રોજ હોળી (Holi 2026)નો રંગોત્સવ અર્થાત્ ધૂળેટીનો તહેવાર દેશભરમાં અનેરા ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે.

હોળી (Holi 2026)નો રંગોત્સવ ગીતો વિના અધૂરો
આજનો સૂરજ રંગોની છોળ સાથે બાળકોની કિલકારીઓ અને પંખીઓના કલબલાટથી ઉગ્યો છે! આજે 4 માર્ચના રોજ હોળી (Holi 2026)નો રંગોત્સવ અર્થાત્ ધૂળેટીનો તહેવાર દેશભરમાં અનેરા ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે. મોટાભાગના લોકો માટે આ પર્વ વિશેષ અને મનગમતુ છે. થોડા જ કલાકોમાં ગીતોની ધૂન અને રંગોથી તરબોળ લોકો ખુશીથી આખો દિવસ ઝૂમવા લાગશે અને રસ્તાઓ પર ગુલાલ અને રંગો (Holi Colours)ની વર્ષા જોવા મળશે…ગીતોના તાલે લોકો ડાન્સ કરશે! હોળીના આ તમામ ગીતોમાં એક ગીત વર્ષો પછી પણ સદાબહાર છે અને એ છે, “રંગ બરસે…ભીગે ચુનરવાલી….રંગ બરસે..!”

પણ શું તમે જાણો છો કે આ ગીત સદીના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની કેરિયરની એક આઇકોનિક ફિલ્મનું છે જેમાં રેખા અને જયા બચ્ચન ઉપરાંત સંજીવકુમારે ( Rekha, Jaya Bachchan, Sanjeev Kumar) પણ મહત્વનો રોલ ભજવ્યો હતો. આ ગીત કેવી રીતે બન્યુ એની કહાણી પણ ઘણી જ રસપ્રદ છે!
‘સિલસિલા’ ફિલ્મની કહાણી રસપ્રદ છે
વર્ષ 1981 માં આવેલી ફિલ્મ ‘સિલસિલા’ (Film Silsila)ને યશ ચોપ્રાએ દિગ્દર્શિત કરી હતી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને રેખા લીડ રોલમાં હતા. આ ફિલ્મની વિશેષ બાબત એ છે કે, એની સ્ટોરીએ જ રેખા અને અમિતાભની લવસ્ટોરીની કહાણીઓને અમર કરી દીધી છે! આજે પણ બંનેનું નામ અવારનવાર, લોકપ્રિય કપિલ શર્મા શો (Kapil Sharma Show)થી માંડીને અનેક શોમાં મજાકમાં લેવામાં આવે છે.

આ ફિલ્મની સ્ટોરી એવી હતી જેમાં અમિતાભ બચ્ચનના પાત્રનું નામ અમિત હોય છે અને જે ચાંદની (રેખા) ની સાથે પોતાના જૂના પ્રણયને વિસરીને શોભા (જયા બચ્ચન) સાથે લગ્ન કરી લે છે. વાસ્તવમાં શોભા અમિતના ભાઈ (શશી કપૂર)ની વાગ્દત્તા હોય છે પરંતુ, એક કાર અકસ્માતમાં એનું મૃત્યુ નીપજે છે! ત્યાર બાદ, મનથી તૂટી ગયેલી શોભા સાથે અમિતને લગ્ન કરવા પડે છે. આ તરફ રેખાના પણ સંજીવ કુમાર સાથે લગ્ન થઇ જાય છે. અલગ-અલગ જગ્યાએ લગ્ન થવા છતાં પણ બંને પોતાનો જૂનો પ્રેમ ભૂલી શકતા નથી અને આ ગીત એમના પ્રણયનું દ્યોતક છે! આ ફિલ્મ બાદ, આ ત્રણેયનું નામ હંમેશા એકસાથે જોડાઇ ગયું છે! આજે પણ લોકો મજાકિયા અંદાજમાં આ કિસ્સા સંભળાવતા રહે છે.
રંગ બરસે (Rang Barse)…ગીતની રસપ્રદ સ્ટોરી
આજથી લગભગ 45 વર્ષ અગાઉ આવેલી ફિલ્મ સિલસિલા બોક્સ ઓફિસ પર ભલે કોઈ ખાસ કમાલ દેખાડી ન શકી પરંતુ ઘણા લોકોને એ પસંદ પડી હતી. આજે પણ આઇએમડીબી (IMDb) રેટિંગમાં સિલસિલાને 7.1ની રેટિંગ મળી છે જે એવરેજથી પણ સારી માનવામાં આવે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 2 કરોડ રુપિયાના બજેટમાં બની હતી અને અઢીથી ત્રણ કરોડ કમાવામાં સફળ રહી હતી! ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ન ચાલી હોય પણ એના તમામ ગીતો સુપરહીટ રહ્યા હતા અને આજે 45 વર્ષો બાદ પણ એ હોળીના તહેવારની શાન ગણાય છે!
સિલસિલા ફિલ્મનું ગીત રંગ બરસે…ની સ્ટોરી પણ દિલકશ છે. વર્ષ 1981 માં કેટલાક સમય પહેલા અમિતાભ બચ્ચનની ફિલ્મો લગાતાર ફ્લોપ થઇ રહી હતી. ફિલ્મ ક્રિટિક્સ દ્વારા અને સિનેમાના દિગ્ગજ રાઈટર જયપ્રકાશ ચૌકસે દ્વારા આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યા પ્રમાણે, આર કે સ્ટૂડિયો (R K Studio)માં એક વાર હોળીની પાર્ટી થઇ રહી હતી …રાજ કપૂર સહિતના ફિલ્મી દિગ્ગજ સેલિબ્રિટીઝનો મેળાવડો ત્યાં લાગેલો હતી. અહિં અમિતાભ બચ્ચન પણ હતા અને એમની ફિલ્મો ખાસ કંઇ ઉકાળી નહતી રહી!

મીરાબાઇનું ભજન બન્યું ગીતનો બેઝ
આ દરમિયાન, રાજ કપૂરે (Raj Kapoor) અમિતાભને કંઇક કહીને પોતાનું ટેલેન્ટ બતાવવાનું કહ્યું અને અમિતાભે મીરાબાઇનું એક ભજન સંભળાવ્યુ…જો કે આ ભજન અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનથી પ્રેરિત હોવાથી એના લિરિક્સ (શબ્દો) બદલાઇ ગયા હતા અને રાજ કપૂર સહિત હાજર તમામ લોકોને એ ઘણું જ પસંદ પડ્યું હતુ! પાછળથી આ જ ભજનને ગીતના ફોર્મમાં ફિલ્મ ‘સિલસિલા’માં ફિલ્માવવામાં આવ્યું હતુ..!
આજે પણ ‘રંગ બરસે….ભીગે ચુનર વાલી’….ગીત (Holi Party Song) વિના ભાગ્યે જ હોળીની કોઈ પાર્ટી મનાવવામાં આવે છે! તમે પણ આ ગીતની મજા માણો અને આજે રંગોના તહેવાર ને મનાવો..!
આ પણ વાંચો: “ઘર વાપસ આ ગઈ”….ઈશા ગુપ્તાની પોસ્ટ…યુદ્ધની મધ્યમાં એ શી રીતે ભારત પરત ફરી?
આ પણ વાંચો: ધડાકાના અવાજો ડરાવી રહ્યાં હતા..! દુબઇમાં વસેલી ‘કસૌટી જીંદગી કી 2’ ની એક્ટ્રેસે ઠાલવી વ્યથા…
આ પણ વાંચો: ‘ઓ રોમિયો’ ગયો…હવે આવ્યો તેલુગુ સ્ટારનો ‘બ્લડી રોમિયો’…દુશ્મનોને આપે છે કસાઇ જેવી મોત!!
