Dharm & Bhakti: પ્રતિ માસની જેમ આ મહિને પણ પ્રદોષ વ્રત ઉદયા તિથિ અનુસાર, 8 ઑક્ટોબર (Pradosh Vrat October 2026)ના રોજ ગણાશે. આ દિવસે ગુરુવાર હોવાથી એને ગુરુ પ્રદોષ વ્રત પણ કહેવાય છે.એવી માન્યતા છે કે, પ્રદોષ વ્રતના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે.
ઘણી વાર સંબંધની વાત બનતા-બનતા અચાનક અટકી જાય છે અથવા તો લગ્ન માટે ઉચિત સંબંધ મળવામાં સતત વિલંબ થતો હોય છે. આ સંજોગોમાં કેટલાક પૂજા-પાઠ અને ગ્રહો સાથે જોડાયેલા ઉપાયો દર્શાવવામાં આવેલા છે. ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રતને પણ લગ્ન સંબંધી મનોકામનાઓ માટે વિશેષ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, પ્રદોષ વ્રતના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે.

ઑક્ટોબર 2026માં ક્યારે છે ગુરુ પ્રદોષ વ્રત (Pradosh Vrat October 2026)
પ્રદોષ વ્રત દર મહિને કૃષ્ણ અને શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે. આ દિવસે વ્રત કરનાર પ્રદોષ કાળમાં ભગવાન શિવજી (Lord Shiva) ની પૂજા કરે છે. વૈદિક પંચાંગ અનુસાર, ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશી એટલે કે તેરસ 7 ઑક્ટોબરે રાત્રે 11 વાગીને 16 મિનિટથી શરુ થઈને 8 ઑક્ટોબરે રાત્રે 10 વાગીને 15 મિનિટ સુધી વિદ્યમાન રહેશે. આથી પ્રદોષ વ્રત ઉદયા તિથિ અનુસાર, 8 ઑક્ટોબર (Pradosh Vrat October 2026)ના રોજ ગણાશે. આ દિવસે ગુરુવાર હોવાથી એને ગુરુ પ્રદોષ વ્રત પણ કહેવાય છે.
પ્રદોષ વ્રતના આ ઉપાયો દૂર કરશે લગ્નની અડચણો (Marriage Obstacles Pradosh Vrat Upay)
એવી માન્યતા છે કે, પ્રદોષ વ્રતના દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી લગ્નમાં આવી રહેલી અડચણો દૂર થઈ શકે છે.
1. સિંદૂરથી તિલક કરવું (Sindoor Tilak)
જો લગ્નમાં વારંવાર અડચણ આવી રહી હોય તો પ્રદોષ વ્રતના દિવસે સ્નાન કરીને લાલ વસ્ત્ર ધારણ કરવા. ત્યાર બાદ, ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવું. મા પાર્વતીને સિંદૂર અર્પિત કરીને એ જ સિંદૂરને પોતાના માથે લગાવીને જલદી લગ્ન થાય એવી પ્રાર્થના કરવી. ધાર્મિક માન્યતાનુસાર, આ ઉપાયથી લગ્નમાં નડતા વિઘ્નો દૂર થઈ શકે છે.

2. કાળા તલથી અભિષેક કરવો (Black Sesame Seeds on Shivling)
જો લગ્નમાં વિલંબનું કારણ કુંડળીમાં ગ્રહોના અશુભ પ્રભાવોને માનવામાં આવતા હોય તો પ્રદોષના દિવસે ગંગાજળમાં કાળા તલ મિક્સ કરીને શિવલિંગનો આભિષેક કરવો. આ ઉપરાંત, ભગવાન શિવનો કાચા દૂધથી અભિષેક કરીને મનોકામનાની પ્રાર્થના કરવી. એવી માન્યતા છે કે, આમ કરવાથી ગ્રહોના અશુભ પ્રભાવ ઓછા થાય છે અને કુંડળીમાં ચંદ્ર ગ્રહને મજબૂતી મળે છે.
3. શુક્ર માટે વિશેષ ઉપાય (Shukra Graha Upay)
કુંડળીમાં શુક્ર ગ્રહની નબળાઈને પણ લગ્નમાં વિલંબ સાથે જોડીને જોવામાં આવે છે. આ સંજોગોમાં પ્રદોષ વ્રતના દિવસે સ્નાન અને દાન કર્યા બાદ જળમાં મધ અને સુગંધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો. ધાર્મિક માન્યતા છે કે આ ઉપાયથી શુક્ર ગ્રહ મજબૂત બને છે અને લગ્ન સંબંધી અડચણો ધીમે-ધીમે ઓછી થાય છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: દુર્ગા પૂજા 2026 ક્યારે શરુ થશે અને કયા દિવસે થશે માતાનું પ્રસ્થાન…મહાઅષ્ટમીથી વિસર્જન સુધી…
આ પણ વાંચો:
આ પણ વાંચો: અનંત ચતુર્દશીએ કરો ભગવાન વિષ્ણુની પૂજા…અનંત સૂત્ર બાંધવાની ની પૂજા વિધિ વિશે જાણો..!
