બોલીવુડના અભિનેતા નસરુદ્દીન શાહના દેશ પરના નિવેદનને લઇને દરેક જણ તેમના પર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને જેને લીધે રાજકારણ પણ ગરમાયું છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશમાં ભાજપના નેતાએ તેમને પાકિસ્તાન જતા રહેવા કહી દીધું છે. ભારતીય જનતા પાર્ટીના એમએલએ સુરેન્દ્ર સિંહે શાહને કહ્યું છે કે તમારે પાકિસ્તાન જતા રહેવું જોઈએ. એર ટીકીટ અને વિઝાનું આયોજન તમારા માટે હું કરવી દઈશ.
સુરેન્દ્ર સિંહે તેમના નિવેદનને લઈને ઘણી વાર ચર્ચાનુ કારણ બનતા હોય છે.
બલિયા જીલ્લાના બૈરીયા વિસ્તારના બીજેપીના એમએલએ સુરેન્દ્ર સિંહે શાહના દેશ અંગેના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું કે શાહ બનાવતી વાતો બોલી રહ્યા છે. તેમની માનસિકતા ભારતીય નથી.
તેમને કાશ્મીરમાં પંડિતોનું દુઃખ નથી સમજાતું. પાકિસ્તાનની સીમા પર કેટલાય ભારતીય સૈનિકો શહિદ થઇ જાય છે તેનું દુઃખ નથી તેમને. હનુમાનજીની જાતિને લઈને ચાલી રહેલા વિવાદને લઈને તેમણે કહ્યું કે તેઓ ખુશ છે કે હનુમાનજીને મુસ્લિમથી લઈને દલિત અને બીજા વર્ગ પણ તેમનો સ્વીકાર કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે નસીરુદ્દીન શાહે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી વિશે પણ પોતાનું નિવેદન આપ્યું હતું જેને લઈને તે ખુબ ટ્રોલ થયા હતા.
શું છે મામલો ?
થોડા દિવસ પહેલા બોલીવુડના એક્ટરે ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેરમાં ગૌહત્યા મામલે થયેલી હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું હતું કે બુલંદ શહેરમાં થયેલી હિંસામાં આપણે જોઈ શકીએ છીએ કે ગાયના જીવનની કિંમત કરતા એક પોલીસના જીવનની કિંમત ઘણી વધારે છે. દરેક લોકો ઇન્સ્પેકટરની હત્યા વિશે જ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.
સમાજમાં ચારે બાજુ ઝેર ફેલાઈ ગયું છે હવે તેને રોકવું ઘણું મુશ્કેલ થઇ ગયું છે. વધુમાં તેમણે કહ્યું હતું કે હવે તેમને ભારતમાં તેમના સંતાનની સુરક્ષાને લઈને પણ ચિંતા થઇ રહી છે.
