Gujarat News/ પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ : રાજ્યના 86 તાલુકામાં વરસાદ, સૌથી વધુ 2 ઈંચ ઉનામાં

અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે

Gujarat

Gujarat News : હવામાન વિભાગ દ્વારા 16 જુલાઈ સુધી વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા આજે 5 જિલ્લ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે. બીજી તરફ આજે 26 તાલુકામાં વરસાદી ઝાંપટાં વરસ્યાં હતાં. અમરેલીના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામ આસપાસ ધોધમાર વરસાદને પગલે સ્થાનિક નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ હતી. તેમાં મિની ટ્રેક્ટર તણાયું હતું. જેનું રેસ્ક્યૂ કરાયું હતું. જ્યારે રાજકોટ અને ગોંડલમાં વરસાદ વરસ્યો છે. શનિવારે રાજ્યના 86 તાલુકામાં વરસાદ વરસ્યો હતો, જેમાં સૌથી વધુ 2 ઈંચ ગીરસોમનાથના ઉનામાં નોંધાયો હતો.

16 જુલાઈ સુધી વરસાદની આગાહી આવતીકાલથી 13 અને 14 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રીજનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 જુલાઈના રોજ ગુજરાત રીજનમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌથી વધુ વરસાદ ઉનામાં ખાબક્યો શનિવારે રાજ્યના 86 તાલુકામાં 1 મિમિથી લઈને 2 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેમાં રાજ્યમાં સૌથી વધુ 53 મિમિ એટલે કે 2.09 ઈંચ વરસાદ ગીરસોમનાથના ઉનામાં નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.97 ઈંચ, ભાવનગરના પાલીતાણામાં 1.85 ઈંચ, સુરતના ઉમરપાડામાં 1.22 ઈંચ, બોટાદના બરવાળામાં 1.18 ઈંચ, ભાવનગરના ઉમરાળામાં 1.18 ઈંચ નર્મદાના દેડિયાપાડામાં 1.14 ઈંચ અને સાગબારામાં 25 મિમિ, જ્યારે અમરેલીના જાફરાબાદમાં 22 મિમિ નોંધાયો હતો.

આજે 5 જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ આપ્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.12થી 15 જુલાઇ વચ્ચે મધ્યમ વરસાદ પડવાની શક્યતા પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ વિસ્તાર પર મજબૂત લો-પ્રેશર સક્રિય થયું છે. આ ઉપરાંત અન્ય એક ટ્રફની સિસ્ટમ 12 જુલાઇ સુધી ગુજરાત નજીક પહોંચતાં અમદાવાદ સહિત સમગ્ર મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 12થી 15 જુલાઇ વચ્ચે અમદાવાદમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

વાતાવરણમાં અસ્થિરતાને કારણે વરસાદ પડશે આ સાઇક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સાથેનો ટ્રફ 12 જુલાઇ સુધીમાં મધ્યપ્રદેશ-ગુજરાતના સરહદી વિસ્તાર સુધી પહોંચશે, જેને લીધે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા ઊભી થતાં વિવિધ વિસ્તારમાં ફરીથી વરસાદમાં વધારો થતાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદની સાથે સમગ્ર પૂર્વ-મધ્ય ગુજરાતમાં હળવોથી મધ્યમ, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. ટ્રફ ગુજરાતથી કેટલો નજીક આવે છે એના પરથી વધુ કે ઓછો વરસાદ પડવાની શક્યતા છે.

છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં, એટલે ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સાબરકાંઠાના તલોદમાં 2 ઇંચ, કચ્છના માંડવીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત 10 તાલુકામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે અન્ય તાલુકામાં હળવો વરસાદ વરસ્યો હતો.

ગઈકાલે એટલે કે શુક્રવારે સાંજે અમદાવાદ અને પાટણમાં વરસાદ વરસ્યો હતો તેમજ શુક્રવારે રાજ્યના 61થી વધુ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો છે.છોટાઉદેપુર જિલ્લાના હાથીખણ ગામના કોતરમાં મંગળવારે ઘોડાપૂર આવતાં શાળાએથી ઘરે પરત જઈ રહેલા વિદ્યાર્થીઓ અટવાયા હતા, જેમને ગ્રામજનોએ હેમખેમ ઘરે પહોંચાડ્યા હતા.

રાજ્યમાં જૂન મહિનામાં 110 મિમીની જરૂરિયાત સામે 288 મિમી વરસાદ સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. એની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો, એટલે કે આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે એને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.

રાજ્યના 5 ઝોનમાં સિઝનના વરસાદની સ્થિતિ

કચ્છ : જૂનમાં 50.1 મિમી (2 ઇંચ) વરસાદની જરૂરિયાત સામે 142.3 મિમી (5.69 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 184% વધુ વરસાદ રહ્યો છે.
ઉત્તર ગુજરાત : જૂનમાં 80.2 મિમી (3.21 ઇંચ)ની જરૂરિયાત સામે 178 મિમી (7.12 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 122% વધુ વરસાદ છે.
મધ્ય-પૂર્વ ગુજરાત : જૂન સુધીમાં 113 મિમી (4.52 ઇંચ)ની જરૂરિયાત સામે 278.9 મિમી (11.16 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 147% વધુ વરસાદ રહ્યો છે.
સૌરાષ્ટ્ર : જૂનમાં 127.7 મિમી (5.12 ઇંચ)ની જરૂરિયાત સામે 245.1 મિમી (9.80 ઇંચ) વરસાદ થયો છે.
દક્ષિણ ગુજરાત : જૂનમાં 253.4 મિમીની જરૂરિયાત સામે 532.5 મિમી (21.3 ઇંચ) વરસાદ મળ્યો છે.
ગુ

જરાતમાં જુલાઈમાં પણ સામાન્યથી વધુ વરસાદની શક્યતા ભારતીય હવામાન વિભાગે રજૂ કરેલા જુલાઇ મહિનાના પૂર્વાનુમાન મુજબ, દેશમાં 106%થી વધુ વરસાદની શક્યતા છે. ગુજરાતમાં જુલાઇનું પૂર્વાનુમાન જોઇ રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, એટલે કે મોટા ભાગના વિસ્તારોમાં સારા વરસાદના સંકેતો છે.જ્યના 5 ઝોનનું પૂર્વાનુમાન કચ્છ : 10થી 17 જુલાઇની વચ્ચે વરસાદનું જોર સામાન્ય ઘટી શકે છે. ઉત્તર ગુજરાત : અરવલ્લીમાં વરસાદનું જોર વધુ રહી શકે છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં વરસાદ નબળો રહી શકે છે. મધ્ય-પૂર્વ ગુજરાત : મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે. અમદાવાદ, ખેડા અને આણંદમાં સામાન્ય વરસાદની શક્યતા છે.

સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. દ્વારકા, પોરબંદર, જામનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદનું જોર વધુ રહી શકે છે, જોકે દરિયાકાંઠાની નજીકના વિસ્તારોમાં 10 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટી શકે છે. દક્ષિણ ગુજરાત : આગામી 17 જુલાઇ સુધી દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. 18 જુલાઇ બાદ દ. ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. બીજા પખવાડિયાથી ઓછા વરસાદની શક્યતા છે.

.અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભમોદ્રા ગામમાં બપોર પછી ભારે વરસાદ ત્રાટક્યો. આ ભારે વરસાદને કારણે ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટા ભમોદ્રા ગામમાં એક ખેડૂત, રમેશ ભલાણી, પોતાના મિની ટ્રેક્ટર સાથે ખેતરેથી ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં આવતા નેરડામાં પાણીનો પ્રવાહ અચાનક વધી જતાં તેમનું ટ્રેક્ટર તણાઈ ગયું. સદનસીબે, ગામના સરપંચ ભાવેશ ખૂટ અને અન્ય ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ખેડૂતને સુરક્ષિત રીતે બચાવી લીધા. ત્યારબાદ, ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને ટ્રેક્ટરને પણ પાણીમાંથી બહાર કાઢ્યું. આ ઘટનાએ ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.રાજકોટમાં બપોર બાદ અચાનક વરસાદ

કાલાવડ રોડ, રેસકોર્સ, જામનગર રોડ, કુવાડવા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ…

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન…વામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને, પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આવતીકાલથી 13 અને 14 જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારેથી અતિભારે અને સૌરાષ્ટ્ર રીઝનમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 અને 16 જુલાઈના રોજ ગુજરાત રિઝનમાં ભારે વરસાદ તેમજ સૌરાષ્ટમા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યાર પછીના બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં વરસાદી વાવાઝોડુ, વીજળીઓ અને પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતી કલાકની રહેવાની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં મોન્સૂન ટ્રફ પસાર થાય છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે એટલે કે 1 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ આપ્યું છે.હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક સુધી એટલે કે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

જ્યારે કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભાવનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી.સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે કુદરત સોળે કળાએ ખીલેલું જોવા મળી રહ્યું છે.લીલાછમ વૃક્ષોથી જમીન,ગઢ અને ડુંગરો લીલાછમ જોવા મળી રહ્યા છે.ત્યારે ઇડર તાલુકાનું વેરાબર ગામનો ડ્રોન વીડિઓ સામે આવ્યો છે. સોળે કળાએ ખીલેલું કુદરતના ખોળે વાદળમાંથી વેરાબર દેખાયું છે.

વર્ષાઋતુના પ્રથમ વરસાદથી ડુંગરની વનરાજી પુનર્જીવિત થઈ વેરાબરની ધરા પર લીલી ચાદર પાથરે છે. વાદળો જાણે વેરાબર ને સંદેશો આપવા પધારવા આતુર હોય તેમ ડુંગરની વચ્ચેથી પસાર થતા હોય તે નજારો નયનરમ્ય હોય છે.વેરાબરના ઉત્સવ પ્રિય લોકો દરેક તહેવારને અલગ રીતે ઉજવી આનંદ માણે છે.બીજું બધું બરાબર પણ દિવાળી તો વેરાબર.આ સૂત્રની સાથે છેલ્લા 14 વર્ષથી બ્રાહ્મણ પરિવારના 800 ગ્રામજનો એક જ રસોડે જમી દિવાળીનો તહેવાર ઉમંગથી મનાવે છે.આજ ક્રમે બળેવ, હોળી ધુળેટી અને નવરાત્રીના તહેવારો પણ ગ્રામ્ય સંસ્કૃતિ અનુસાર ઉજવાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો: સોનાની દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી, દુબઈની ટ્રિપ કરનારાને ખેપિયા બનાવો

આ પણ વાંચો: સુરતમાં આજથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષા, ગેરરીતિ રોકવા ચુસ્ત આયોજન