Cricket/ બાંગ્લાદેશ પર જીત મેળવી પાકિસ્તાન નિકળ્યું ભારતથી આગળ, શ્રીલંકા આજે પણ ટોપ પર

પાકિસ્તાને આજે એટલે કે મંગળવારે બે વિકેટ ગુમાવીને જીત માટે 93 રન ઉમેર્યા હતા. આ જીત સાથે, ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં નંબર બે સ્થાન મેળવવા માટે ભારતને પાછળ છોડી દીધું છે.

Sports
ICC World Test Championship

પાકિસ્તાન ક્રિકેટ ટીમે મંગળવારે ચટગાંવમાં પડોશી દેશ બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવીને બે મેચની ટેસ્ટ સીરીઝમાં 1-0ની લીડ મેળવી હતી. પાકિસ્તાનને જીતવા માટે 202 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેનો પીછો કરતા ટીમે સોમવારે તેના ઓપનરો વચ્ચે 109 રનની ઓપનિંગ ભાગીદારીનાં આધારે મજબૂત શરૂઆત કરી હતી.

આ પણ વાંચો – OMG! / આ ક્રિકેટર્સ જે લગ્ન પહેલા બન્યા પિતા, યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ

પાકિસ્તાને આજે એટલે કે મંગળવારે બે વિકેટ ગુમાવીને જીત માટે 93 રન ઉમેર્યા હતા. આ જીત સાથે, ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનાં પોઈન્ટ ટેબલમાં નંબર બે સ્થાન મેળવવા માટે ભારતને પાછળ છોડી દીધું છે, જ્યારે ભારત ત્રીજા નંબર પર સરકી ગયું છે. અહીં શ્રીલંકા પહેલાની જેમ ટોચ પર બેઠું છે. જણાવી દઇએ કે, કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ 1st Test ડ્રો) વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. આ સાથે ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું હતું પરંતુ એક દિવસ બાદ ટીમ બીજા સ્થાનેથી ત્રીજા સ્થાને આવી ગઈ હતી. મંગળવારે, પાકિસ્તાને ભારતને પાછળ છોડીને બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં જીત સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન મેળવ્યું હતું. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં શ્રીલંકા 100 પર્સેન્ટાઈલ સાથે પ્રથમ સ્થાને છે. બીજી તરફ પાકિસ્તાન (66.66 ટકા) ભારત (50 ટકા) સાથે બીજા અને ત્રીજા સ્થાને છે. પાકિસ્તાને પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને આઠ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ ચટગાંવમાં રમાઈ હતી. મહેમાન ટીમે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું હતું. 202 રનનો ટાર્ગેટ પાકિસ્તાને અંતિમ દિવસનાં પ્રથમ સેશનમાં જ હાંસલ કર્યો હતો. અઝહર અલી (24) અને બાબર આઝમ (13) અણનમ રહ્યા પરંતુ બન્ને ઓપનર આઉટ થતા પહેલા જ ટીમની જીત સુનિશ્ચિત કરી લીધી હતી.

આ પણ વાંચો – OMG! / આ ક્રિકેટર્સ જે લગ્ન પહેલા બન્યા પિતા, યાદીમાં બે ભારતીય ખેલાડીઓ પણ સામેલ

ઉલ્લેખનીય છે કે, કાનપુરમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ મેચ પાંચમાં દિવસે ડ્રો માં પૂર્ણ થઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડ તરફથી ડેબ્યુ કરનાર રચિન રવિન્દ્રએ હિંમત બતાવી અને મેચ ડ્રો કરી હતી. તેણે એજાઝ પટેલ સાથે છેલ્લા 52 બોલનો સામનો કર્યો અને ભારતને વિકેટ લેતા અટકાવ્યું. ભારતે પ્રથમ ઇનિંગમાં 345 રન બનાવ્યા હતા. આ પછી ન્યૂઝીલેન્ડે પ્રથમ ઇનિંગમાં 296 રન બનાવ્યા હતા. ભારતે બીજી ઇનિંગ્સ સાત વિકેટે 234 રન પર ડિકલેર કરી હતી. ન્યૂઝીલેન્ડને જીતવા માટે 284 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તેણે 9 વિકેટે 165 રન બનાવીને મેચ ડ્રો કરી હતી.