WI vs SA/ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની મહિલા ટીમે સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાને આપી જબરદસ્ત માત

વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ચાર મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ મહિલા વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની બીજી મેચમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલા મેચ ટાઈ રહી હતી અને પછી એક ઓવરની એલિમિનેટર મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો વિજય થયો હતો.

Sports

વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમો વચ્ચે ચાર મેચની ODI શ્રેણી રમાઈ રહી છે. આ મહિલા વન-ડે ઈન્ટરનેશનલ શ્રેણીની બીજી મેચમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. પહેલા મેચ ટાઈ રહી હતી અને પછી એક ઓવરની એલિમિનેટર મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમનો વિજય થયો હતો.

આ પણ વાંચો – ENG vs AUS / કેનબરામાં રમાયેલી મેચમાં એવુ શું થયુ કે લોકો ખૂબ કરી રહ્યા છે વખાણ, જુઓ Video

આ સુપર ઓવરની રમતમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે તોફાની બેટિંગ કરતા 25 રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ 17 રન બનાવી શકી હતી. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 37 ઓવરમાં સ્કોર બરાબરી કરી લીધો હતો, પરંતુ શકેરા સેલમેન 38મી ઓવરમાં આઉટ થઈ ગઇ હતી. આવી સ્થિતિમાં, સુપર ઓવરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેસ્ટ ઈન્ડિઝ માટે ડિઆન્ડ્રા ડોટિન અને હેલી મેથ્યુઝ મેદાને આવ્યા હતા. ડોટિને પ્રથમ પાંચ બોલમાં બે રન, ચોક્કા, ચોક્કા, છક્કા અને ત્રણ રન લીધા હતા જ્યારે મેથ્યુઝે છેલ્લા બોલે છક્કો ફટકારીને દક્ષિણ આફ્રિકાને 26 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે સુપર ઓવરની શરૂઆત પણ સિક્સરથી થઈ હતી અને ટીમે ચાર બોલમાં 19 રન બનાવ્યા હતા, પરંતુ પાંચમા બોલમાં 2 અને છેલ્લા બોલે એક વિકેટ પડી હતી. આ રીતે યજમાન ટીમ આ મેચ હારી ગઈ હતી. આ મેચની વાત કરીએ તો, વેસ્ટ ઈન્ડિઝની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી અને યજમાન દક્ષિણ આફ્રિકાને 40.4 ઓવરમાં 160 રનમાં આઉટ કરી દીધુ. દક્ષિણ આફ્રિકા તરફથી સુકાની સુને લુસે 46 અને લૌરા વોલવર્ટ અને તજમીન બ્રિટ્સે 25-25 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનાં પાંચેય બોલર શમિલા કોનેલ, શકેરા સેલમેન, હેલી મેથ્યુઝ, ચિનેલ હેનરી અને કે રામહારેકે 2-2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો – Technology / ચંદ્ર અને મંગળ પર લેન્ડ કરશે Toyota Lunar Cruiser, તેની ડિઝાઇન જોઈને તમે રહી જશો દંગ

વળી, 161 રનનાં જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ સારી શરૂઆત કરી શકી ન હોતી, પરંતુ પ્રથમ મેચની જેમ જ ડિઆન્ડ્રા ડોટિને તોફાની બેટિંગ કરીને 37 રન બનાવ્યા હતા. ચેડિન નેશને 35 રન બનાવ્યા, જ્યારે ચિનેલ હેનરીએ 26 રન અને કેપ્ટન સ્ટીફની ટેલરે 21 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી અયાબોંગા ખાકાએ 5 વિકેટ લીધી હતી. આ વનડે શ્રેણી ચાર મેચોની છે, જેમાંથી પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, જ્યારે બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝે જીતીને શ્રેણીમાં 1-1ની સરસાઈ મેળવી હતી.