અલ્લુ અર્જુનની પુષ્પાનો ક્રેઝ ચાહકોમાં સતત વધી રહ્યો છે. જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી જ ક્રિકેટરો પણ આ ફિલ્મનાં સિગ્નેચર સીનને કરવા લાગ્યા છે. ડેવિડ વોર્નર, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા જેવા ઘણા ક્રિકેટરોએ તેના ડાયલોગ્સની નકલ કરી છે.
આ પણ વાંચો – ENG vs AUS / કેનબરામાં રમાયેલી મેચમાં એવુ શું થયુ કે લોકો ખૂબ કરી રહ્યા છે વખાણ, જુઓ Video
આ ફિલ્મ પડોશી દેશ પાકિસ્તાનમાં પણ ઘણી ફેમસ થઈ રહી છે અને ત્યાંના ક્રિકેટરો પણ આ ફિલ્મનો અભિનય કરતા જરાય ડરતા નથી. પાકિસ્તાન સુપર લીગ (PSL)માં પણ ‘પુષ્પા’નો જાદુ જોર શોરથી બોલી રહ્યો છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અફઘાનિસ્તાનનાં યુવા લેગ-સ્પિનર રાશિદ ખાન પાકિસ્તાનનાં ઝડપી બોલર હેરિસ રઉફ સાથે પુષ્પાનાં શ્રીવલ્લી ગીતનાં હૂક સ્ટેપની નકલ કરી રહ્યો છે. રાશિદે તેનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. અફઘાનિસ્તાનનાં સ્પિનરે વીડિયોનાં કેપ્શનમાં લખ્યું છે કે, ‘કોઈ ચશ્મા નથી પહેર્યા પરંતુ હજુ પણ ટ્રેન્ડ સાથે જઈ રહ્યો છું.’ તેણે અગાઉ પણ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પુષ્પા નામ સાંભળીને ડાયલોગ્સની નકલ કરતો જોવા મળ્યો હતો. રાશિદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. ઓસ્ટ્રેલિયાનાં ઓપનર ડેવિડ વોર્નરે પણ આ અંગે કોમેન્ટ કરી હતી, ‘મારી નકલ ન કરો.’ રાશિદ અને રઉફ હાલમાં પીએસએલમાં લાહોર કલંદરની ટીમ તરફથી રમી રહ્યા છે.
https://www.instagram.com/reel/CZZFai_lxuW/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો – Technology / ચંદ્ર અને મંગળ પર લેન્ડ કરશે Toyota Lunar Cruiser, તેની ડિઝાઇન જોઈને તમે રહી જશો દંગ
પાકિસ્તાન સુપર લીગ ઉપરાંત પુષ્પાએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં પણ ધમાલ મચાવી છે. સ્પિનર નજમુલ ઈસ્લામે પણ અલ્લુ અર્જુનની નકલ કરી હતી. તેના સિવાય વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો અને ઓલરાઉન્ડર શાકિબ અલ હસને પણ પુષ્પા ફિલ્મની નકલ કરી હતી.
