Cricket/ ICC નો મોટો નિર્ણય, સ્ટેડિયમમાં 70 ટકા દર્શકોને મળશે પ્રવેશની મંજૂરી

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કહ્યું છે કે, T20 વર્લ્ડકપમાં 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

Sports

IPL 2021 નો બીજો તબક્કો હવે અંતિમ તબક્કામાં છે. T20 વર્લ્ડકપ 15 ઓક્ટોબરે IPL ની ફાઇનલનાં એક દિવસ બાદ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન સંયુક્ત અરબ અમીરાત (UAE) અને ઓમાનમાં શરૂ થશે. આ ટુર્નામેન્ટ દર્શકો માટે ખૂબ જ ખાસ સાબિત થવા જઈ રહી છે, કારણ કે તેમને IPL ની જેમ T20 વર્લ્ડકપમાં મેચ જોવા માટે સ્ટેડિયમમાં જવાની પરવાનગી મળશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કહ્યું છે કે, T20 વર્લ્ડકપમાં 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો – RCB vs PBKS / રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પંજાબને રોમાંચક મેચમાં હરાવીને પ્લેઓફમાં પહોચ્યું 

આપને જણાવી દઇએ કે, દુબઇમાં, લગભગ 70 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે. વળી, અબુ ધાબીમાં Social Distance નાં નિયમોનું પાલન કરીને, દર્શકો સ્ટેડિયમમાં આવશે અને મેચ જોશે. ઓમાનની રાજધાની મસ્કતમાં રમાનારી મેચોમાં માત્ર 3 હજાર દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. ટુર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ 17 ઓક્ટોબરે ઓમાનમાં શરૂ થશે, જેમાં ઓમાનનો સામનો પાપુઆ ન્યૂ ગિની સાથે થશે જ્યારે બાંગ્લાદેશનો પ્રારંભિક મેચમાં સ્કોટલેન્ડ સામે મુકાબલો થશે. ભારત 24 ઓક્ટોબરે દુબઈમાં T20 વર્લ્ડકપનાં સુપર 12 લીગમાં કટ્ટર હરીફ પાકિસ્તાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ પહેલા T20 વર્લ્ડકપ ભારતમાં રમાવાનો હતો, પરંતુ કોવિડ-19 મહામારીનાં કારણે તેને બહાર ખસેડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – DC vs CSK / આવતી કાલે રમાનાર દિલ્હી અને ચેન્નાઇની પ્લેઇંગ ઇલેવન આ  હોઈ શકે છે, જાણો પિચ રિપોર્ટ

જો કે આ T20 વર્લ્ડકપનું આયોજન ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે, આ વખતે આ મેગા ઈવેન્ટમાં કુલ 16 ટીમો ભાગ લઈ રહી છે. ટુર્નામેન્ટની શરૂઆત પહેલા, આઠ દેશોની ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ હશે, જે 23 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને આયર્લેન્ડની ટીમો પણ સામેલ છે. આમાંથી ચાર ટીમો સુપર-12 તબક્કા માટે ક્વોલિફાઇ થશે.