Delhi News/ ભગવંત માનને એરપોર્ટ પર રોક્યાનો AAPનો દાવો, 50 હજારનો દંડ ફટકાર્યો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) ફ્રાન્સના પ્રવાસેથી પરત ફર્યા બાદ AAPએ દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પર તેમની સાથે થયેલા વ્યવહાર અંગે સવાલો ઉઠાવ્યા છે

Top Stories India
ફ્રાન્સના પ્રવાસેથી પરત ફરેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)ને દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પર લગભગ ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા

Delhi News : ફ્રાન્સના પ્રવાસેથી પરત ફરેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)ને દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પર લગભગ ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા અને ત્યારબાદ ₹50,000નું ચલણ ફટકારવામાં આવ્યું હોવાનો આમ આદમી પાર્ટી (AAP)એ દાવો કર્યો છે. આ ઘટનાને લઈને AAPના નેતાઓએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. જોકે, આ સમગ્ર મામલે AAP દ્વારા કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થતી નથી.

ભગવંત માનના ફ્રાન્સ પ્રવાસ બાદ વિવાદ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagwant Mann) ફ્રાન્સના પ્રવાસેથી પરત ફર્યા બાદ AAPએ દિલ્હી એરપોર્ટ (Delhi Airport)પર તેમની સાથે થયેલા વ્યવહાર અંગે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, માન પેરિસમાં યોજાયેલા ફૂડ ફેસ્ટિવલમાં પંજાબનાં પ્રખ્યાત ઉત્પાદનોનું પ્રદર્શન કરવા ગયા હતા.

AAPનો દાવો છે કે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ હતી. આ મુદ્દે પાર્ટીએ કેન્દ્ર સરકારની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે.

સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકારને ઘેરી

AAP નેતા સૌરભ ભારદ્વાજે (Saurabh Bharadwaj)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો કે ભગવંત માનને એરપોર્ટ પર લગભગ ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા.

ભારદ્વાજે કેન્દ્ર સરકારના વલણ સામે સવાલ ઉઠાવતાં કહ્યું કે હવે કેન્દ્રનો ઘમંડ સમાપ્ત થવો જોઈએ. તેમણે દશેરાના પર્વનો ઉલ્લેખ કરીને પણ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું.

બલતેજ પન્નુનો ગંભીર આરોપ

પંજાબ AAPના મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ પણ આ ઘટનાને લઈને નિવેદન આપ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, દિલ્હી એરપોર્ટ પર મુખ્યમંત્રીને તેમના સામાનની તપાસ અને સામાન પહોંચવામાં વિલંબ જેવા કારણો આપીને રોકી રાખવામાં આવ્યા હતા.

પન્નુએ દાવો કર્યો કે લગભગ ત્રણ કલાક બાદ જ્યારે ભગવંત માન જવા માટે તૈયાર થયા, ત્યારે અધિકારીઓએ તેમની પાસે આવીને ઉપરથી દબાણ હોવાની વાત કહી હતી. ત્યારબાદ ₹50,000નું ચલણ (₹50000 Fine)જારી કરવામાં આવ્યું હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

કેન્દ્ર સરકાર સામે AAPના સવાલો

AAPએ આ ઘટનાને પંજાબના મુખ્યમંત્રીનું અપમાન ગણાવીને કેન્દ્ર સરકારના વલણ સામે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીના નેતાઓએ એવો પણ દાવો કર્યો કે પંજાબના હિતમાં કામ કરતા મુખ્યમંત્રીને જાણીજોઈને મુશ્કેલીમાં મૂકવામાં આવ્યા હતા.

જોકે, એરપોર્ટ પર રોકી રાખવા પાછળનું સત્તાવાર કારણ, ચલણ કયા નિયમ હેઠળ જારી કરવામાં આવ્યું અને સમગ્ર ઘટનાની હકીકત અંગે સંબંધિત સત્તાવાળાઓનો પક્ષ સામે આવવો જરૂરી છે. હાલ આ મામલે AAP દ્વારા કરવામાં આવેલા દાવા (AAP Claim)ઓના આધારે રાજકીય વિવાદ ઊભો થયો છે.


આ પણ વાંચો: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરે દરોડા પાડવા માટે પહોંચ્યું EC

આ પણ વાંચો: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને જાનથી મારી નાખવાની મળી ધમકી, આતંકવાદી પન્નુએ ગેંગસ્ટર્સને તેનો સંપર્ક કરવા કહ્યું

આ પણ વાંચો: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને અમિત શાહ સાથે કરી મુલાકાત,આ મામલે માગ્યો ફંડ