Surat News/ સુરતની મિલમાં બોઇલર બ્લાસ્ટ ,ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા

સુરતના ઉધના (Udhna Surat)રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલ (Krishna Silk Mill)માં બોઇલર (Surat Boiler Blast)ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે

Top Stories Gujarat Surat Breaking News
સુરતના ઉધના (Udhna Surat)રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલ (Krishna Silk Mill)માં બોઇલર (Surat Boiler Blast)ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે

Surat News : સુરતના ઉધના (Udhna Surat)રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલ (Krishna Silk Mill)માં બોઇલર (Surat Boiler Blast)ફાટતાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. બ્લાસ્ટ બાદ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ચાર શ્રમિકો દાઝી જતાં તેમને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા મુજબ, ચારેય શ્રમિકો અંદાજે 50થી 55 ટકા જેટલા દાઝ્યા હોવાથી તેમની હાલત ગંભીર છે.

Surat Boiler Blast: ઉધનાની મિલમાં ધડાકા બાદ આગ

મળતી માહિતી મુજબ, ઉધના રોડ નંબર-2 પર આવેલી ક્રિષ્ના સિલ્ક મિલ (Krishna Silk Mill)માં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક બોઇલરમાં જોરદાર ધડાકો થયો હતો. બ્લાસ્ટ થતાં જ મિલમાં આગની જ્વાળાઓ ફેલાઈ હતી અને કામ કરી રહેલા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. ધડાકાનો અવાજ સાંભળીને આસપાસના એકમોમાં કામ કરતા લોકો પણ ગભરાઈને બહાર દોડી આવ્યા હતા.

આગની ઝપેટમાં આવતાં ચાર શ્રમિકો દાઝી ગયા હતા. જોકે, બોઇલર ફાટવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ટેકનિકલ ખામી અથવા અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે તપાસ બાદ જ જાણી શકાશે.

ચાર શ્રમિકો 50થી 55 ટકા દાઝ્યા, હાલત ગંભીર

આ દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોનાં નામ નીચે મુજબ છે:

  • વિકાસ કદમ (ઉંમર 34 વર્ષ)
  • સૂરજ (ઉંમર 21 વર્ષ)
  • દીપક પાટીલ (ઉંમર 36 વર્ષ)
  • કરણ (ઉંમર 34 વર્ષ)

ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. ત્યારબાદ ચારેય ઇજાગ્રસ્તોને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ટ્રોમા સેન્ટરમાં તબીબોએ તેમની સારવાર શરૂ કરી હતી. હોસ્પિટલના ડૉ. શીતલ ખેરડિયાના જણાવ્યા અનુસાર, ચારેય શ્રમિકો અંદાજે 50થી 55 ટકા જેટલા દાઝ્યા છે. તેમની ઇજાઓને ધ્યાનમાં રાખીને હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

ફાયર બ્રિગેડ અને પોલીસ દ્વારા તપાસ શરૂ

બોઇલર બ્લાસ્ટ અને આગની જાણ થતાં સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ આગ પર કાબૂ મેળવવા અને તેને વધુ ફેલાતી અટકાવવા પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ, પોલીસ અને સંબંધિત વિભાગોએ પણ ઘટનાની તપાસ શરૂ કરી છે. બોઇલર બ્લાસ્ટ (Boiler Explosion)પાછળનું ચોક્કસ કારણ, મિલમાં અપનાવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થા અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. હાલ ચાર શ્રમિકોની સારવાર ચાલી રહી છે અને અન્ય કોઈ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે કે નહીં તે અંગેની માહિતી સ્પષ્ટ થઈ નથી.


આ પણ વાંચો: હોર્મુઝમાં માઇનનો ખતરો: એક અઠવાડિયામાં ટેન્કરો સાથે 13 ઘટના, તેલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ આગ

આ પણ વાંચો: ફ્રાન્સમાં શિક્ષકો માટે સળગ્યો વિદ્યાર્થીઓનો રોષ: 30 શહેરોમાં આંદોલન, 21 શાળાઓમાં આગ લગાવી

આ પણ વાંચો: સુરતમાં બે સ્થળે ભીષણ આગથી અફરાતફરી, હોટ ફિક્સના કચરાથી ગોડાદરાના લાકડા સુધી ધુમાડો