પદ્મ વિભૂષણ પુરસ્કાર 2024: ભારત સરકારે પ્રજાસત્તાક દિવસની આગળની રાત્રે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. આ વખતે કલાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એવોર્ડ વૈજયંતી માલા અને ચિરંજીવીને આપવામાં આવશે. આવી સ્થિતિમાં, સાયરા બાનુએ વૈજયંતી માલાને આ સન્માન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વૈજયંતી માલા ખૂબ જ ખુશ છે કે તેમને આ સન્માન મળી રહ્યું છે.
ભારત સરકારે ગુરુવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. મનોરંજન જગતમાં વૈજયંતી માલા અને ચિરંજીવીને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. તે જ સમયે, મિથુન ચક્રવર્તી, દિવંગત દક્ષિણ અભિનેતા વિજયકાંત, સંગીત નિર્દેશક પ્યારે લાલ શર્મા અને પ્લેબેક સિંગર ઉષા ઉથુપને પદ્મ ભૂષણ માટે પસંદ કરવામાં આવ્યા છે.
એક ઇન્ટરવ્યુમાં, સાયરા બાનુએ અભિનેત્રી વૈજયંતી માલાને પદ્મ વિભૂષણ એવોર્ડ 2024થી સન્માનિત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે. સાયરા બાનુએ વૈજયંતી માલાને ખરેખર આ સન્માનની હકદાર ગણાવી છે.
સાયરા બાનુ વૈજયંતી માલાને એવોર્ડ મળતા ખુશ છે
સાયરા બાનુએ એખ ઈન્ટરવ્યૂમાં વાત કરતા કરતા કહ્યું કે, ‘વૈજયંતી માલાને એવોર્ડ એનાયત થતા હું તેનાથી ખૂબ જ ખુશ છું. વૈજયંતી માલા ખરેખર આ એવોર્ડને લાયક છે. હું તેમની ફિલ્મો જોઈને મોટી થઈ છું અને તે મારા માટે ‘અક્કા’ (મોટી બહેન) છે.
જૂની યાદો તાજી કરી
સપ્ટેમ્બર 2023માં, જૂની યાદોને તાજી કરતી વખતે, ખુલાસો કર્યો હતો કે જ્યારે સાયરા બાનુ એ એક મેગેઝિનના કવર પર વૈજયંતિ માલા સાથે તેના સ્વર્ગસ્થ પતિ દિલીપ કુમારની તસવીર જોઈ હતી, ત્યારે તેને ઈર્ષ્યા આવી હતી. તમને જણાવી દઈએ કે બંનેએ 1958માં આવેલી રોમેન્ટિક ડ્રામા “મધુમતી”માં સાથે કામ કર્યું હતું.
16 વર્ષની ઉંમરે અભિનયની શરૂઆત કરી
વૈજયંતિ માલા બાલી ભારતીય સિનેમાની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાંની એક રહી છે. તેમને 16 વર્ષની ઉંમરે તમિલ ફિલ્મ “વાઝકાઈ” (1949)માં અભિનયની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ હિન્દી ફિલ્મ 1951માં રિલીઝ થઈ હતી. વૈજયંતિ માલાએ પાછળથી દેવદાસ, નયા દૌર, આશા, સાધના, ગંગા જમના, સંગમ અને જ્વેલ થીફ સહિત 1950 અને 1960ના દાયકાની ઘણી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે તેમને વર્ષ 1968માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:આજના દિવસે શા માટે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ
આ પણ વાંચો:26 January 2024/26 જાન્યુઆરી : ખેડૂત સંઘ ‘ભારતીય કિસાન યુનિયન’નું દેશના ખેડૂતોને ટ્રેક્ટર માર્ચનું આહ્વાન
