Dharma & Bhakti/ દેવઉઠી અગિયારસ ક્યારે છે?…જાણો શુભ મુહૂર્ત અને પૂજાવિધિ…

દેવોનું જાગૃત થવું એટલે કે, દેવ ઉઠે એને દેવઉઠી અગિયારસ કહે છે. ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે જ વિષ્ણુ યોગ નિદ્રામાંથી જાગૃત થશે અને થશે મંગળ કાર્યોનો પ્રારંભ!

Trending festival Religious Rashifal Dharma & Bhakti

Dharm & Bhakti: કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ (Kartik Ekadashi) એ દેવોત્થાન અર્થાત્ દેવઉઠી અગિયારસ (Devudhi Agiyaras) કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ચાર મહિના સુધી યોગ નિદ્રામાં રહ્યાં બાદ, ભગવાન વિષ્ણુ (Lord Vishnu) પોતાની યોગ નિદ્રામાંથી જાગૃત થશે. ભગવાનના જાગૃત થયા બાદ જ શુભ મંગળ કાર્યોનો પ્રારંભ થશે. દેવોત્થાન એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી પણ કહેવાય છે.

દેવોત્થાન કે દેવપ્રબોધિની એકાદશી

હિન્દુ સનાતન ધર્મમાં દેવઉઠી અગિયારસનું ઘણું જ મહત્વ રહેલું છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી (Vishnu-Lakshmi)ની વિશેષ ઉપાસના કરવામાં આવે છે. આ એકાદશી વર્ષભરની તમામ અગિયારસમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવઉઠી અગિયારસનો અર્થ એના નામથી જ જાણી શકાય છે, દેવોનું જાગૃત થવું એટલે કે દેવ ઉઠે એને દેવઉઠી અગિયારસ કહે છે. ચાતુર્માસની પૂર્ણાહુતિ સાથે જ બરાબર ચાર માસ બાદ શ્રી હરિ વિષ્ણુ યોગ નિંદ્રા (Yog Nindra)માંથી જાગૃત થશે!

આ જ દિવસથી તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, મુંડન, સગાઈ (Marriage, Mundan) વગેરેનો પ્રારંભ થાય છે. ચાતુર્માસના ચાર મહિના દરમિયાન, આ તમામ કાર્યો કરવા શુભ (Shubh) ગણાતા નથી. દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે દેવઉઠી એકાદશી 1 નવેમ્બરે (1 November,2025) શનિવારના રોજ મનાવવામાં આવશે.

દેવઉઠી અગિયારસ તિથિ તથા શુભ મુહૂર્ત

દર વર્ષે કારતક મહિનાની સુદ અગિયારસે દેવઉઠી એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે દેવઉઠી એકાદશી 1 નવેમ્બર, શનિવારના રોજ મનાવવામાં આવશે. 1 લી નવેમ્બરે સવારે 9 વાગીને 11 મિનિટે અગિયારસ તિથિ પ્રારંભ થશે અને 2 જી નવેમ્બરે સવારે 7 વાગીને 31 મિનિટે એનું સમાપન થશે. આથી ઉદયા તિથિ અનુસાર, આ વર્ષે દેવઉઠી અગિયારસ 1 નવેમ્બરે મનાવવામાં આવશે. આ વ્રત-ઉપવાસના પારણાંનું મુહૂર્ત 2 નવેમ્બરે બપોરે 1 વાગીને 11 મિનિટ થી લઇને બપોરે 3 વાગીને 23 મિનિટ સુધીનું રહેશે.

દેવઉઠી એકાદશી પૂજા વિધિ

આ પાવન દિવસે ઘરે શેરડી નો મંડપ સજાવવામાં આવે છે અને વચ્ચોવચ સુંદર બેઠક શણગારવામાં આવે છે. એની ઉપર ભગવાન વિષ્ણુનિ મૂર્તિ કે ચિત્ર સ્થાપિત કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુના ચરણ ચિન્હ બનાવીને એને ઢાંકીને રાખવામાં આવે છે. આમ કરવું શુભ ગણાય છે. ત્યારબાદ, શેરડી, શિંગોડા, ફળો અને મીઠાઈઓ (Sugarcane, Sweets)નો પ્રસાદ (Prasad) ધરાવવામાં આવે છે. અંતે, ઘીનો અખંડ દીવો પ્રગટાવીને આખી રાત પ્રજ્વલિત રાખવામાં આવે છે આ દીવો શુભત્વનું પ્રતીક ગણાય છે.

એકાદશીના દિવસે આટલા કાર્યો કરવા વર્જિત છે

1. ભોજનમાં આ દિવસે ચોખા (Rice) ખાવા પૂર્ણ વર્જિત માનવામાં આવે છે. આ ઉપરાંત, માંસાહાર (Non-Veg) અને તામસિક ગુણોવાળી ચીજવસ્તુઓનું સેવન કરવાથી પણ આ દિવસે બચવું જોઇએ.

2. તુલસીને વિષ્ણુપ્રિયા કહે છે આથી અગિયારસના દિવસે તુલસી (Tulsi) ન તોડવી જોઇએ.

3. જો પ્રસાદ ધરાવવા માટે તુલસી જોઇતી હોય તો અગાઉથી તોડી લેવી પણ સ્વયં ગ્રહણ ન કરવી.

4. જે લોકો અગિયારસ કરતા હોય એમણે દાતણ વડે કે વૃક્ષોની સામગ્રીયુક્ત પેસ્ટ વડે બ્રશ ન કરવું કારણ કે, શાસ્ત્રોમાં આ દિવસે વૃક્ષો કે છોડવાનાં પાન તોડવાનો નિષેધ છે.

5. વ્રત કરનારે ભૂલથી પણ આ દિવસે કોબી, ગાજર, પાલખ, શલગમ વગેરે શાકભાજી (Green Vegetables)નું સેવન ન કરવું.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: જો જો…દિવાળીની મજા ન બગડી જાય! ભેળસેળયુક્ત માવાને શી રીતે ઓળખવો? જાણો આ ટિપ્સ વિશે…

આ પણ વાંચો: ઘરે ગુલાબજાંબુ બનાવો, દિવાળીમાં મહેમાનોનું સ્વાગત રસીલી મીઠાઇથી કરો..! આ રહી રેસિપી…