ગુજરાતમાં કોરોના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આ વધતા જતા કેસને નિયત્રણમાં લેવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.જેમાં આજ રોજ cm ની પ્રેસ કોન્ફોરન્સમાં રસીકરણને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી .જેમાં રાજયમાં ત્રણ તબક્કામાં આપણે રસીકરણ અભિયાન ચલાવ્યું.જેમનો ત્રણેય તબક્કામાં ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો .જેમને લઈને સરકાર દ્વારા ચોથો તબ્બકો શરૂ કરવામાં આવ્યો છે .જેમાં રાજ્યના 18 થી ઉપરની વયના લોકોનું રસીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત સરકાર દ્વારા વધુ અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવશે .જેનાથી રાજયના લોકો વંચિત ન રહે.મહત્વની વાત એ પણ છે કે ગુજરાતે દેશના ટોપ રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે .
ત્રણેય તબક્કાનાં કુલ વસ્તીનાં 1 કરોડ 20 લાખ લોકોનું વેક્સિનેશન થયું છે. ત્રણ તબક્કા માટે 1 કરોડ 27 લાખ 75 હજાર ડોઝ સરકારે આપણને આપ્યા છે. કોવિશિલ્ડની 3.70 લાખ અને ભારત બાયોટેકની 3.30 લાખ આપણને ડોઝ મળીને આપણી પાસે હાલ પણ ઉપલબ્ધ છે. આ ડોઝ હાલ ચાલી રહેલા 45થી વધારેની વયના લોકોનાં ઉપયોગમાં લેવાઇ રહ્યા છે. હજી વધારે ડોઝ મેળવીને 45થી વધારેની ઉંમરના લોકોને અપાશે.
નોધનીય છે કે 1 મેં થી ચાલુ થનાર ચોથા તબ્બકામાં 18 વર્ષથી વધુ વયના લોકોને વિનામૂલ્યે રસી આપવામાં આવશે.આજે પણ જે 7 લાખથી વધુ ડોઝ સરકાર પાસે ઉપલબ્ધ છે .રાજ્યમાં કુલ 6 હજાર સેન્ટર કાર્યરત કરી દેવામાં આવ્યાં છે.રાજ્ય સરકાર દ્વારા એ પણ અપીલ કરાઈ છે કે રસીકરણનો ચોથો સફળ રહે તે માટે જનતાની પણ જવાબદારી મહત્વની બને છે .તેમજ રાજ્યના 18 વર્ષથી ઉપરના તમામ લોકો રસીકરણ માટે રજીસ્ટ્રેશ કરાવે. કોઈ રસીથી વંચિત ન રહી જાય તે માટે સરકારનું આયોજન કરવામાં આવ્યું છે.
