Gandhinagar News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 113 તાલુકામાં મેઘમહેર (Meghmaher) થઈ છે. જેમાં સૌથી વધુ વરસાદ માણસા અને દહેગામમાં 3 ઈંચ જેટલો નોંધાયો છે. 5 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ જ્યારે 14 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના પાંચેય ઝોન કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિમ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સીઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. અગાઉ ચારેય ઝોનમાં તો સો ટકા વરસાદ સો ટકા ઉપર વરસી ગયો હતો, ફક્ત ઉત્તર ગુજરાત જ બાકી હતુ અને તેની ઘટ શુક્રવારે પૂરી થઈ ગઈ હતી. રાજ્યમાં છેલ્લા ચાર વર્ષનો સૌથી વધુ વરસાદ પડ્યો છે. રાજ્યના 33માંથી 23 જિલ્લામાં સો ટકાં કરતાં પણ વધુ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદની સરેરાશ 883 મિ.મી.ની છે અને તેની સામે 1000 મિ.મી. કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે,અરવલ્લી, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વલસાડ, ભાવનગરમાં ભારે વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, અમદાવાદ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, નવસારી, તાપી, ડાંગ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આજે અરવલી અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે. છોટાઉદેપુર, ખેડા અને વલસાડમાં પણ વરસાદની શક્યતા છે. દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદ પડશે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદી વાતાવરણની આગાહી છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સરક્યુલેશન, મોનસૂન ટ્રફ અને હળવા દબાણને કારણે ગુજરાતમાં ફરી વરસાદ જોવા મળ્યો છે.
આગામી 7 દિવસ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે. રાજ્યના ઉત્તર અને પૂર્વ જિલ્લાઓમાં આજે અને આવતીકાલે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના નિર્દેશક એકે દાસે ઘણા જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સપ્ટેમ્બરમાં આજે અરવલ્લી અને મહિસાગરમાં છુટોછવાયો ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે સાબરકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.
આવતીકાલે 8 સપ્ટેમ્બરે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વોત્તર રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન, ચોમાસાની ચાટ અને બંગાળની ખાડી પરનું લો પ્રેશર વરસાદ લાવી રહ્યું છે. અમદાવાદમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 52 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જેમાં ગુજરાત વિસ્તારમાં 29 ટકા વધુ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 84 ટકા વધુ વરસાદ થયો છે.
બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે, તેવી શક્યતાઓ છે. જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત વરસાદ Live : ભારે વરસાદને પગલે અરવલ્લીની વાત્રક નદીમાં આવ્યા નવા નીર
આ પણ વાંચો: સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ
