Arvalli News : અરવલ્લી જિલ્લાના મોડાસામાં ITના દરોડા બાદ EDની એન્ટ્રી થતાં ફફડાટ ફેલાઈ ગયો છે. કરોડો રુપિયાની વિદેશમાં હેરાફેરી થઇ હોવાની શંકાના આધારે સર્ચ કરવામાં આવી રહ્યું છે.મોડાસામાં એક ડોક્ટર તથા બિલ્ડરની ઓફિસ તથા મકાનમાં આઇટી અને ઇડી દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે.
બંને તપાસ એજન્સીઓએ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. કરોડોના નાણાંની વિદેશમાં ગેરકાયદે હેરાફેરી થઇ રહી હોવાની શંકાના આધારે મની લોન્ડરિંગ તથા ફેમા એક્ટ હેઠળ કાર્યવાહીની શક્યતા વ્યક્ત કરાઇ છે.
તે સિવાય ITએ કરોડો રૂપિયાની રોકડ જપ્ત કરી હોવાનું પણ જાણવા મળે છે. બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓની છેલ્લા 40 કલાકથી મેરેથોન તપાસ ચાલી રહી છે અને ડોક્ટર, બિલ્ડરની ઓફિસ તથા મકાનમાં સર્ચ યથાવત રહ્યું છે.
બંને તપાસ એજન્સીઓની આ મોટી કાર્યવાહી બાદ કાળું નાણું ધરાવતા લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને મોડાસામાં બ્લેક મનીને સગેવગે કરવા અનેક લોકો સક્રિય બન્યા છે. આ કેસમાં કરોડો રુપિયાની ગોલમાલ સામે આવી શકે છે.
આ પણ વાંચો: રાજકીય/અમે ડૂબકી મારીને ભાજપમાંથી બહાર નીકળ્યા છીએ : રેશ્મા પટેલની હાર્દિકને વિનંતી
આ પણ વાંચો: અબ તેરા ક્યા હોગા હાર્દિક ?/ભૂતકાળમાં જે કોંગ્રેસનો તાજ પહેરી ટિકિટ વેચતા હતા, આજે તે ભાજપની ખિસકોલી બનીને દાવેદારોની લાઇનમાં ઉભા છેઃ રેશ્મા પટેલ
આ પણ વાંચો: NCP નેતા રેશ્મા પટેલે સુપ્રીમ કોર્ટના EWS ચુકાદાને આવકાર્યો,જાણો શું કહ્યું….
