Gujarat Weather/ આવતીકાલથી ઠંડીનો પારો ઊંચો જશે, હવામાન વિભાગની આગાહી

ઠંડી વધતાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે.

Top Stories Gujarat Breaking News

Gujarat Weather News: ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી ઠંડીમાં (Cold) આંશિક ઘટાડો થયો છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફની રહી છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. જોકે, આવતીકાલે સોમવારથી ઠંડીનું જોર વધશે તેવી હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે.

ગુજરાતમાં કચ્છ નલિયા 09.0 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યું છે. અમદાવાદમાં 14.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા 13.3 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 15.6 ડિગ્રી, વડોદરા 13.0 ડિગ્રી, સુરત 16.8 ડિગ્રી, ભુજ 13.4 ડિગ્રી, કંડલા 16.2 ડિગ્રી નોંધાઈ છે. અમરેલી 15.5 ડિગ્રી, ભાવનગર 15.2 ડિગ્રી, દ્વારકા 18.8 ડિગ્રી, ઓખા 19.6 ડિગ્રી, પોરબંદર 15.0 ડિગ્રી, વેરાવળ 19.3 ડિગ્રી, રાજકોટ 14.2 ડિગ્રી, સુરેન્દ્રનગર 16.0 ડિગ્રી, મહુવા 14.5 ડિગ્રી, કેશોદ 13.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ઉત્તર ભારતમાં પર્વતીય ક્ષેત્રોમાં હિમવર્ષા થવાથી આગામી દિવસોમાં કડકડતી ઠંડી પડશે, ઠંડા પવનો ફૂંકાવાથી ઉત્તરાયણમાં પવન સારો રહેશે. ઠંડી વધતાં ગાઢ ધુમ્મસ (Fog) છવાયેલું રહેશે. મોડી રાત્રિથી વહેલી સવાર સુધી હવામાન ઠંંડુ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઠંડીમાં થયો ઘટાડો, ધુમ્મસભર્યા વાદળો જોવા મળ્યાં

આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાયા, તાપમાનમાં સતત ઘટાડો

આ પણ વાંચો:રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, દિવસે તાપમાન વધુ રહ્યું